મતદાન પ્રક્રીયા દરમિયાન ગુંડાગીર્દીના વાયરલ થયેલા એક વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે.સામે આવેલા વીડિયોમાં હથિયારધારી ગુંડાઓ દ્વારા મતદારોને મતદાન કરતા અટકાવતા નજરે પડે છે.ગુંડા તત્વો મતદારોને ગાળો ભાંડી હથિયાર બતાવી મતદાન કેન્દ્રો પરથી ભગાડતા નજરે પડે છે.સોશિયલ મીડિયા પર વહેતો થયેલો આ વીડિયો માણાવદર તાલુકાના રફાળ ગામનો હોવાનું કહેવાય છે. ગુંડા તત્વોના આતંકના કારણે અનેક મતદારો પોતાના મતાધિકારથી વંચીત રહી ગયા. આ ઘટનાએ મતદાન મથક અને મતદારોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
ઉલ્લેખનિય છે કે મતદાન મથકથી 200 મીટરના અંતરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જ્યારે મતદાન મથકમાં મતદારો સિવાય અન્ય કોઈને પ્રવેશ મળતા નથી.ત્યારે આ ગુંડા તત્વો કેવી રીતે ત્યાં પ્રવેશ્યા. મતદાન અટકાવનાર આ ગુંડાઓને ઝડપી પાડી તેમની સામે તુરંત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આપને જણાવી દઈયે કે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી નથી કરતું.
