મંતવ્ય ન્યૂઝ,
આજે ગુરુવારના રોજ માલેતુજાર ફાઇનાન્સર ભજીયાવાલાના સોનાના દાગીના, ચાંદીના વાસણ, લૂઝ હીરા, ઘડિયાળ સહિતની અનેક કિંમતી ચીજવસ્તુઓની ઓનલાઇન હરાજી થનાર છે. જેમાં 16 જણા ભાગ લઇ રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગ આ હરાજી દ્વારા રૂપિયા સાત કરોડ ઊભા કરવાની તજવીજમાં છે.
ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ આયકર વિભાગે ઉધનાના માલેતુજાર ફાયનાન્સર ભજીયાવાલાને ત્યાં દરોડા પાડીને 250 જેટલી મિલકતોના ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા. આ ઉપરાંત નવી ચલણી નોટ અને કેટલાંક બેન્ક એકાઉન્ટ, લોકર પણ સિઝ કર્યા હતા. દરોડા બાદ રૂપિયા હજાર કરોડ રૂપિયાની ડિમાન્ડ ઊભી થતાં મામલો સેન્ટ્રલ સર્કલમાં પહોંચ્યો હતો જ્યાં હવે રિકવરીની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. કહેવાય છે કે એક સમયે ભજીયાવાલા ઉધના રોડ પર ચ્હાની લારી ચલાવતો હતો, ત્યારબાદ તે ફાયનાન્સના ધંધામાં પ્રવેશ્યો હતો. આઇટી ઉપરાંત ઇડીએ પણ જે તે સમયે કેસ દાખલ કર્યો હતો.
