Not Set/ આજથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

અમદાવાદ, આજથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે.રાજ્યના 607 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે.જેમાં 1.34 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ડિગ્રા-ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ખાસ આ પરીક્ષા આપવામાં આવે છે.અમદાવાદ શહેરમાં કુલ 53 કેન્દ્રો પર 11033 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.જેમા અમદાવાદ ગ્રામ્યમાં 27 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

આજથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે.રાજ્યના 607 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી છે.જેમાં 1.34 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ડિગ્રા-ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ખાસ આ પરીક્ષા આપવામાં આવે છે.અમદાવાદ શહેરમાં કુલ 53 કેન્દ્રો પર 11033 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.જેમા અમદાવાદ ગ્રામ્યમાં 27 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે લીંબુ પાણી અને ગ્લુકોઝની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટ અને સુરતમાં પણ ગુજકેટની પરીક્ષાને લઈને ખાસ તૈયારીો કરવામાં આવી છે.