Not Set/ અલ્પેશ ઠાકોરે આપી કોંગ્રેસને ધમકી, કહ્યુ હજુ તોફાન પહેલાની છે શાંતિ

ગુજરાત, લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસનાં રાધનપુરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની જ પાર્ટીને ધમકી આપી છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોરે આજે મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, હજુ તોફાન પહેલાની શાંતિ છે. મીડિયા સાથે વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. […]

Gujarat Politics

ગુજરાત,

લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસનાં રાધનપુરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની જ પાર્ટીને ધમકી આપી છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોરે આજે મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, હજુ તોફાન પહેલાની શાંતિ છે.

મીડિયા સાથે વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, હજુ તોફાન પહેલાની શાંતિ છે. અમે પત્તા ખોલ્યા નથી. પાર્ટીને જેટલો દુરવ્યવહાર કરવો હોય તે કરી લેવા દો. હજુ પાણી છાતી સુધી આવ્યુ છે માથા સુધી પાણી ન આવે ત્યા સુધી અમે સહન કરીશું. પછી અમે અમારી ઓરિજીનલ વાત કહીશું. પરંતુ એ પહેલા હુ એટલુ જ કહેવા માંગુ છુ કે પાર્ટી જીતતી નથી તો તેનુ કારણ, પાર્ટીએ કોઇ દિવસ સીસ્ટમ કે શીષ્તની અંદર રહેવા પ્રયત્નો જ નથી કર્યા.. જે લોકો પાર્ટી વિરુદ્ધ કામ કરે છે તેને જ મહત્વ આપવામાં આવે છે.

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે હવે પાર્ટી વિરુદ્ધ બોલ શરૂ કરી દીધા છે. કોંગ્રેસ પર પ્રહારો કરવાની સાથે તેેમણે કહ્યુ કે, હુ કોઇપણ ભોગે મારા ધારાસભ્ય પદેથી રાજીનામું નહી આપુ. મને જનતાએ જીતાડ્યો છે. સાથે તેમણે કહ્યુ કે, જો પાર્ટી કોઇ ખોટુ પગલુ મારા વિરુદ્ધ ભરશે ત્યારે પરીણામ ભોગવવા તૈયાર રહે.