Not Set/ પરિણીતાને પ્રેમ કરવાની મળી આવી ક્રૂર અને ઘાતકી સજા

દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયો મામલે પોલીસે 19 લોકો સામે ફરિયાદ નોંધી છે.

Gujarat Others

ગુજરાતમાં મહિલાઓ સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે.અહીં મહિલાઓની ઈજ્જત સરેઆમ ઉતારવામાં આવી છે. દાહોદ જિલ્લામાં મહિલા પર અમાનુષી અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો છે. એટલું જ અહીં આ ઘટનામાં પરીણિતા અને તેના પ્રેમીને લોકો ખેંચી લાવીને પરીણિતાને ગડાદપાટુ માર મારવાની સાથે સાથે તેની સાથે ખેંચતાણ પણ કરવામાં આવે છે, બીજી તરફ તેના કપડાં પણ ફાડીને નગ્ન કરવામાં આવી હતી, બીજી તરફ આવી હાલતમાં તેનો વરઘોડો પણ નિકાળવામાં આવે છે. ગુજરાતમાં મહિલા અત્યાચારના આવા દિવસો પણ જોવા મળી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર, દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયો મામલે પોલીસે 19 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી છ લોકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ધ્રુણા જન્માવે તેવો છે.

આ પણ વાંચો :BRTS બસની અડફેટે એક્ટિવા ચાલકનું મોત, પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખે છે. જે બાદમાં યુવતી નિર્વસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવી માટે દોડા દોડી કરે છે. આ દરમિયાન બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જોકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી કાઢે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામની 23 વર્ષની પરીણિતાની એક યુવક સાથે આંખ મળી હતી, અને તે તેના પતિનો સાથ છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે આ અંગે અદાવત રાખીને તેના પતિના પક્ષના અને ગામના લોકો પરીણિતા અને તેના પ્રેમની પકડી લાવી ખજુરી ગામે લઈ આવ્યાં હતા. બીજી તરફ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી હતી. હાજર લોકોએ પરીણીતા કપડાં કાઢી નગ્ન કરી દેતાં મહિલાઓએ તેને દુપટ્ટો આપ્યો હતો. તો નરાધમોએ એ દુપટ્ટો પણ ખેંચી કાઢ્યો હતો અને માનવતને શર્મશાર કરી દીધી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

આ બનાવનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ તથા 19 ઈસમના ટોળા વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આ મામલાને ગંભીર લેતા પોલીસ અત્યાચારનો ભોગ બનેલી પરણિતા સાથે મુલાકાત કરી હતી. અને પરણિતાએ તેના પતિ દિનેશભાઈ કાનીયાભાઈ મછાર, સાસરી પક્ષના અને ગામમાં રહેતાં અન્ય પપ્પુભાઈ કાનીયાભાઈ, ભરતભાઈ સવલાભાઈ, રાકેશભાઈ સવલાભાઈ, નવલસીંગ કસનાભાઈ, રમેશભાઈ ઉર્ફે નન્નભાઈ સનીયાભાઈ, મેહુલભાઈ સબુરભાઈ મછાર, સબીયાભાઈ દહરીયાભાઈ, સંજયભાઈ દિતીયાભાઈ, દિતીયાભાઈ નાનાભાઈ, મડીયાભાઈ દિતીયાભાઈ, નવરીયાભાઈ કસનાભાઈ મછાર, લક્ષ્મણભાઈ સબીયાભાઈ મછાર, રણજીતભાઈ આમલીયા, સબુરભાઈ નાનાભાઈ, અખીલભાઈ મડીયાભાઈ, મનીશભાઈ સબીયાભાઈ, વીનાભાઈ બદીયાભાઈ અને પાંઘળાભાઈ બદીયાભાઈ તમામ જાતે મછાર (તમામ રહેવાસી ખજુરી, તા.ધાનપુર, તા. જિલ્લો) વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતી. પોલીસે આ 11 લોકોની ધરપકડ કરી અને આગળની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :અમદાવાદ બન્યું ફરી શર્મશાર, સગીરા ઉપર ગેંગરેપની ઘટનાની નોંધાઈ પોલીસ ફરિયાદ