વિશ્વાસ ભોજાણી, ગોંડલ @મંતવ્ય ન્યૂઝ
પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈ ની ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાં આવેલ નર્સિંગ કોલેજમાં તસ્કરોએ પરોણા કરી રોકડા રૂપિયા ૧૧ લાખની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રીન્સીપાલ ઓફીસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ના રાજકોટ રહેતા મોટાભાઈ અને ગોમટા ખાતે ધડુક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજ ચલાવતા મનસુખભાઇ લવજીભાઇ ધડુક ઉ.વ. ૬૪ (રહે. રાજકોટ, અમીન માર્ગ , ગુલાબ વાટીકા) ની કોલેજમાં ગત રાત્રીના કોઇ અજાણ્યા શરીરે ચાદર ઓઢેલ આશરે ૩૦ થી ૪૦ જેટલી ઉમર વાળા ચાર શખ્સો એ રાત્રીના સમયે કોલેજના ગ્રાઉન્ડમાં આવી કોઇ પણ રીતે પ્રીન્સીપાલ ઓફીસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

કુલ રોકડા રૂપીયા ૧૦,૮૯,૦૦૦ ની ચોરી કરી લઇ તીજોરી ગ્રાઉન્ડમાં મુકી નાસી ગયા
ઓફીસના ટેબલના ખાના ફેંફોસી, કરીની ઓફીસમાં આવી, ઓફીસમાં રાખેલ તીજોરી કોલેજના ગ્રાઉન્ડમાં લઇ જઇ પથ્થરો તથા લોખંડના નાના સળીયા વડે તીજોરી તોડી, તીજોરીમાં રાખેલ ૬,૦૯,૦૦૦/ એક્ઝામ ફી તથા ૪,૮૦,૦૦૦/ ટ્યુશન ફી ના મળી કુલ રોકડા રૂપીયા ૧૦,૮૯,૦૦૦ ની ચોરી કરી લઇ તીજોરી ગ્રાઉન્ડમાં મુકી નાસી ગયેલા હોય બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પીએસઆઇ એમ જે પરમાર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


