Not Set/ UNએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી કર્યો જાહેર, ભારતને મળી મોટી સફળતા

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં મુખિયા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે, જૈશ-એ-મોહમ્મદે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જે બાદ ભારત તરફથી સતત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. જેમા આજે મોટી સફળતા મળી છે. ભારતને આજે મોટી સફળતા મળી છે. […]

Top Stories World

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં મુખિયા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે, જૈશ-એ-મોહમ્મદે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જે બાદ ભારત તરફથી સતત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. જેમા આજે મોટી સફળતા મળી છે.

ભારતને આજે મોટી સફળતા મળી છે. UNએ મસૂદ અઝહરને હવે વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. જો કે આ વાતના ચીને એક દિવસ પહેલા જ સંકેત આપી દીધા હતા. તમને જણાવી દઇએ કે ભારતે વર્ષ 2009થી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ UNમાં મુક્યો હતો. જે બાદ 2016માં પણ આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જેમા અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસે સાથે મળીને પ્રસ્તાવ રાખ્યો હતો. આ જ દેશોનાં સમર્થન સાથે ભારતે 2017માં ત્રીજી વખત પ્રસ્તાવ રાખ્યો હતો. જો કે અહી ચીન    પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરી તેને રોકતો હતો પરંતુ આ વખતે ચીને કહ્યુ કે, આ વખતે તે મસૂદ અઝહરનાં મામલામાં વચ્ચે નહી આવે.