Not Set/ રમજાન પર જલ્દી મતદાનની સુનાવણી પર સુપ્રીમનો ઇનકાર, હવે ચૂંટણીપંચ લેશે નિર્ણય

રમજાનના મહિનામાં સવારે 7 વાગ્યાને બદલે સવારે 5 વાગ્યે મતદાન શરૂ કરવાની માંગ પર સુનાવણી કરવા માટે સુપ્રીમે ઇનકાર કર્યો છે. જો કે સુપ્રીમે પારદર્શિતા બની રહે તે માટે ચૂંટણીપંચને આ અંગે ઉચિત નિર્ણય લેવાનો નિર્દેશ કર્યો છે. લોકસભા ચૂંટણી 2019ના ત્રણ તબક્કાનું મતદાન હજુ પણ બાકી છે. Supreme Court asks Election Commission to decide […]

Top Stories

રમજાનના મહિનામાં સવારે 7 વાગ્યાને બદલે સવારે 5 વાગ્યે મતદાન શરૂ કરવાની માંગ પર સુનાવણી કરવા માટે સુપ્રીમે ઇનકાર કર્યો છે. જો કે સુપ્રીમે પારદર્શિતા બની રહે તે માટે ચૂંટણીપંચને આ અંગે ઉચિત નિર્ણય લેવાનો નિર્દેશ કર્યો છે. લોકસભા ચૂંટણી 2019ના ત્રણ તબક્કાનું મતદાન હજુ પણ બાકી છે.

જણાવી દઇએ કે બાકીના ત્રણ તબક્કાનું મતદાન મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન દરમિયાન થવાનું છે ત્યારે સમગ્ર દેશમાં ગરમી પડી છે તેવામાં ગરમીના પ્રકોપથી રોજેદારોને રાહત મળે તે માટે મતદાનના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે હવે આ નિર્ણય ચૂંટણીપંચના હાથમાં હોવાથી તે શું નક્કી કરશે તે જોવું રહ્યું.