Not Set/ આણંદ – તારાપુરના સાંઠ ગામે દુકાનદારે બોથડ પદાર્થ મારી કરી ગ્રાહકની હત્યા

મંતવ્ય ન્યૂઝ, આણંદના તારાપુર જિલ્લામાં આવેલ સાઠ ગામે હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. પ્રાપ્તિ વિગતો અનુસાર સાંઠ ગામે ચિકનની દુકાનમાં ગ્રાહક અને અને વેપારી વચ્ચે ભાવ બાબતે તકરાર થઈ હતી. જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારીમાં પરિવર્તિત થયો હતો. જ્યાં ઉશ્કેરાયેલા દુકાનદારે બોથડ પદાર્થ મારી ગ્રાહકની હત્યા કરી નાખી. હત્યાને અંજામ આપ્યા […]

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ,

આણંદના તારાપુર જિલ્લામાં આવેલ સાઠ ગામે હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. પ્રાપ્તિ વિગતો અનુસાર સાંઠ ગામે ચિકનની દુકાનમાં ગ્રાહક અને અને વેપારી વચ્ચે ભાવ બાબતે તકરાર થઈ હતી. જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારીમાં પરિવર્તિત થયો હતો. જ્યાં ઉશ્કેરાયેલા દુકાનદારે બોથડ પદાર્થ મારી ગ્રાહકની હત્યા કરી નાખી.

હત્યાને અંજામ આપ્યા બાદ દુકાનદાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે દુકાનદાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.