23 મે ના રોજ દક્ષિણ મુંબઈના ભિંડીબજારમાં સ્થિત એક ઈમારતમાં મધરાતે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર વિભાગ એક અધિકારીએ કહ્યું કે બોરી મોહલ્લાના પંજાબ મહેલ ભવનમાં લગભગ દસ વાગ્યે આગ લાગી હતી. રામજાનના કારણે આ વિસ્તારમાં ખૂબ ભીડભાડ રહે છે.
અધિકારીએ વધુમાં કહ્યું કે શરૂઆતમાં આ બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટ થવાની માહિતી મળી હતી, જેના પછી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં આગ પર કાબુ મેળવા માટે 12 ફાયર વાહનોને બોલવામાં આવ્યા છે.
આપને જાણવી દઈએ કે આ આગ લાગવાથી બે લોકોના મોત થયા છે,જ્યારે કેટલાય લોકો દાઝયા હોવાની પણ માહિતી મળી રહી છે.
