Not Set/ કારમી હાર બાદ કોંગ્રેસને પડ્યા પર પાટ્ટા જેવો ક્યાસ !!

લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામીમાં સંપૂર્ણ ધોવાઇ ગયેલી કોંગ્રેસ માટે માઠા સમાચારો અટકવાનું નામ નથી લઇ રહ્યા અને હવે તો કારમી હાર બાદ કોંગ્રેસને પડ્યા પર પાટ્ટા જેવો ક્યાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનાં નેતાઓ ખુલ્લે આમ PM મોદી પ્રશંન્સા કરતા દેખાય છે તો કોંગ્રેસ દ્રારા તેમની પાસેથી રાજીનામું લઇ લેવામાં આવે છે અને જે રાજીનામાંનાં […]

Top Stories India Politics

લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામીમાં સંપૂર્ણ ધોવાઇ ગયેલી કોંગ્રેસ માટે માઠા સમાચારો અટકવાનું નામ નથી લઇ રહ્યા અને હવે તો કારમી હાર બાદ કોંગ્રેસને પડ્યા પર પાટ્ટા જેવો ક્યાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનાં નેતાઓ ખુલ્લે આમ PM મોદી પ્રશંન્સા કરતા દેખાય છે તો કોંગ્રેસ દ્રારા તેમની પાસેથી રાજીનામું લઇ લેવામાં આવે છે અને જે રાજીનામાંનાં નાટકો કરે છે તેનું સ્વીકારવામા નથી આવતું. ત્યારે આવાજ સમાચારોની વણજાર કોંગ્રેસમાં જોવા મળી રહી છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસનાં દિગ્ગજનેતા અને મહારાષ્ટ્ર વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ દ્રારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અને રાજીનામા બાદ દિગ્ગજ પાટીલ નેતા માહારાષ્ટ્રનાં સીએમ ફડનવીસ સાથે મુલાકાત પણ કરે છે. આપને જણાવી દઇએ કે રાધાકૃષ્ણ વિખે પાટીલનાં પુત્ર સુજય વિખે પાટીલ ઓરંગાબાદથી ભાજપની ટીકીટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. રાધાકૃષ્ણ દ્રારા ચૂંટણીમાં ભાજપમાંથી ઉભા રહેલા પુત્રનો પ્રચાર પણ કરવામા આવ્યો હતો.

હાર બાદ આમતો ઘણા કોંગ્રેસી દિગ્ગજો દ્રારા હારની જવાબદારી સ્વીકારતા રાજીનામાં આપી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ મુખ્યમંત્રીઓમાં આપશી મતભેદો પણ ખુલ્લામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં સીએમ અશોક ગહલોતે તેમ પુત્ર વૈભવની હાર બદલ સચિન પાયલોટને જવાબદાર ઠેરવ્યા છે. તો મધ્યપ્રદેશની ગુના બેઠક પર હારવા બદલ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યનાં મુખ્યમંત્રી કમલનાથ પર યોગ્ય પ્રદર્શન ન કરવાનો આરોપ લગાવ્યો છે.

કર્ણાટકમાં પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાગી બન્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. અને ગુજરાતની વાત કરીએ તો 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસ ટિકિટ પર રાધનપુરથી લડનાર અલ્પેશ ઠાકોરે  કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ દાવો કર્યો છે કે કોંગ્રેસના નેતૃત્વથી દરેક નેતા નારાજ અને વધુ 10થી 15 ધારાસભ્યો પાર્ટી છોડવાનું વિચારી રહ્યા છે. તો હાલમાં જ કોંગ્રેસમાં હકાલપટ્ટી કરાયેલ એક ધારાસભ્ય અબ્દુલ સત્તારે જણાવ્યું છે કે કોંગ્રેસથી નારાજ 8થી 10 ધારાસભ્યો ભાજપા સાથે સંપર્કમાં છે. છત્તીસગઢનાં વરિષ્ઠ નેતાઓ પણ ભૂગર્ભમાં ચાલ્યા ગયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આવુ લીગી રહ્યું છે કે ભાજપે કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન આજે નહી તો કાલે પણ પૂર્ણ થશે.