દેશમાં આજે કરોડો લોકો જિયો સીમનો ઉપયોગ કરી ઈંન્ટરનેટની મજા માંણી રહ્યા છે. ત્યારે કંપનીએ અન્ય મોટી કંપનીઓને જાણે તાળા મારવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. તેવી જ રીતે કંપની Jio GigaFiber સેવા લાવી હતી, જેની સર્વિસ માટે હવે કંપની એક નવા પેકેઝને લોવર સિક્યોરિટી ડિપોજિટની સાથે રજૂ કર્યુ છે. નવા પેકેઝમાં સિક્યોરિટી ડિપોજીટ ફી 2500 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ગત વર્ષ ઓગષ્ટમાં સિક્યોરિટી ડિપોજિટ 4500 રૂપિયા રાખવાની ઘોષણા કરી હતી.
આ ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ(ONT) સર્વિસની માત્ર કિંમત ઓછી નથી કરવામા આવી પરંતુ સ્પીડને પણ 100Mbpsથી ઘટાડીને 50Mbps કરી દેવામા આવી છે. સાથે જે બંડલ દેવામાં આવતા રાઉટરમાં હવે ડુઅલ-બેંડ કનેક્ટિવિટીની જગ્યાએ સિંગલ બેંડ સપોર્ટ મળશે.
તમારી માહિતી માટે જણાવી દઇએ કે, મૂળ જિયો ગિગાફાઇબરની સેવાની ઘોષણા કરવામાં આવી હતી, એવું કહેવામાં આવ્યું હતું કે, તેમા મફત 100Mbpsની ઝડપ 100GB ડેટા આપવાની વાત કરવામાં આવી હતી અને તેના બીટા પરીક્ષણ પણ ચાલુ હતુ. જો કે, તેની સાથે રાઉટર માટે રૂપિયા 4,500 ની એક વખતની ડિપોજિટ લેવામાં આવવાની હતી. જો કે, હવે એવું લાગે છે કે કંપનીએ સસ્તું વર્ઝન રજૂ કર્યું છે, જેમાં યુઝર્સને એક જ વખત ડિપોજિટ તરીકે રૂ. 2500 ચૂકવવા પડશે.
રૂપિયા 2,500નાં જિયો ગિગાફાઇબર સેવાનાં લાભો સિંગલ-બેન્ડ રાઉટર, 50Mbpsની સ્પીડ સીમા, વૉઇસ સર્વિસ અને દર મહિને 1,100GB ડેટા મફત મળશે. આ માહિતી ટ્વિટર યૂઝર્સ પ્રેશિત દેવરુખકર તરફથી મળી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, સસ્તા જિયો ગિગાફાયરનાં વર્જનમાં વૉઇસ સર્વિસનો પણ સમાવેશ થશે. એવી ધારણા છે કે તે આગામી સપ્તાહોમાં મોટા સ્તરે ઉપલબ્ધ થઈ શકે છે.
આપને જણાવી દઇએ કે, જિયો ગીગાફાઇબર એક એપ્ટિકલ-બેસ્ડ હોમ બ્રોડબેંડ સર્વિસ છે. GigaFiber FTTH બે સર્વિસની સાથે આવશે, પહેલા જિયો ગીગાફાઇબર રાઉટર અને બીજા જિયો ગીગાટીવી સેટ-ટોપ બોક્સ. જેને 1400 શહેરોમાં લોન્ચ પણ કરવામાં આવી ચુકી છે. આ સિવાય મિંટની એક જુની રિપોર્ટમાં આ પણ જાણકારી સામે આવી હતી કે જિયો ગીગાફાઇબરની સાથે બ્રોડબેન્ડ લેન્ડલાઇન-ટીવી કોમ્બો સર્વિસ મળશે. જેના માટે પ્રતિ મહિને 600 રૂપિયા ભાંડુ આપવાનું રહેશે.
