
જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સૈઝાદ બટ્ટ સેના દ્રાર ઠાર
સેના અધિકારીએ જણાવ્યું હતું કે આતંકી છુપાયાની ચોક્કસ બતમીનાં આધારે સેના દ્રારા સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરવામા આવી હતી. સેના દ્રારા આતંકીની શોધ શરુ કરવામા આવતા આતંકીઓ દ્રારા સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કરવામા આવ્યો હતો. સેના દ્રારા જવાબી ફાયરીંગમાં બે આતંકીને ઢેર કરી દેવામા આવ્યા છે. અથડામણમાં માર્યા ગયેલા બે આતંકવાદી સૈઝાદ બટ્ટ અને તોસીફ બટ્ટ હોવાની પુષ્ટી કરવામાં આવી છે. બનેં આતંકી જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનનાં હતા અને આમાને આતંકી સૈઝાદે પુલવામા હુમલામાં પોતાની કાર આપી હુમલાને અંજામ આપવામા મદદ કરી હતી. સેનાને હુમલા બાદ તુરંત જ સૈઝાદની તલાશ હતી. ત્યારે આજે સૈઝાદ અને તેના સાથી ને ઠાર મારી સેના દ્રાર પુલવામાનો બદલો પુરો કરવામા આવ્યો છે.

સૈઝાદ બટ્ટે પુલવામા હુમલામાં આતંકીઓને કાર આપી હતી
આપને જણાવી દઇએ કે અથડામણ દરમ્યાન એક નાગરીક જે ઇજાગ્રસ્ત થયો હતો તેનું પણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. તો માર્યો ગયેલો આતંકી સૈઝાદ ઘણા આતંકવાદી ગુનાઓ સામેલ હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 સૈનિકો શહીદ થયા હતા તે 14 મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં પણ સૈઝાદ બટ્ટ સામેલ હતો. અને સૈઝાદને ત્યારથી જ વોન્ટેડ જાહેર કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
