Not Set/ અમદાવાદ શહેર અને જીલ્લો રોગચાળાનાં ભરડામાં : સરકાર

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પુછવામા આવેલા સવાલનો જવાબ આપતા સરકાર ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ હોવાનો ક્યાસ જોવા મળ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા સરકારને  અમદાવાદમાં રોગચાળાનાં મુદ્દો સવાલો પુછ્યા હતા. કોંગ્રેસ ઘારાસભ્ય દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવેલા આ મુદ્દામાં જવાબ આપતા વિગતો આપવામા આવી હતી કે અમદાવાદ શહેર અને જિલ્લામાં રોગચાળાનો ભરડો […]

Top Stories Ahmedabad Gujarat

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પુછવામા આવેલા સવાલનો જવાબ આપતા સરકાર ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ હોવાનો ક્યાસ જોવા મળ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા સરકારને  અમદાવાદમાં રોગચાળાનાં મુદ્દો સવાલો પુછ્યા હતા. કોંગ્રેસ ઘારાસભ્ય દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવેલા આ મુદ્દામાં જવાબ આપતા વિગતો આપવામા આવી હતી કે અમદાવાદ શહેર અને જિલ્લામાં રોગચાળાનો ભરડો હોવાની સ્થિતિ જોવામા આવી રહી છે.

રોગચાળામાં પણ ખાસ કરીને સ્વાઇન ફ્લૂ, મેલેરિયા,ડેંગૂ અને કોલેરાનો ભરડો જોવા મળી રહ્યો છે. શહેર અને જીલ્લામાં 2 વર્ષમાં સ્વાઇન ફ્લૂથી 219 લોકોનાં મોત થયા હોવાનું નોંધાયું છે. તો 2 વર્ષમાં સ્વાઇન ફ્લૂનાં 5020 કેસો નોંધાયા છે. જિલ્લામાં મેલેરિયાના 15536 કેસો નોંધાયા છે. તો ડેન્ગ્યુના 3593 અને કોલેરાના 179 કેસ નોંધાયા છે.

ત્યારે સબ સલામતનાં બણગા ફૂકતી અને અમદાવાદને મેગા સીટી તરીકે વિશ્વભરમાં પ્રોજેક્ટ કરતી સરકાર, અમદાવાદને આવા રોગ ચાળા સામે રક્ષણ આપવા માટે પણ અસર્મથ જણાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન