ગુજરાત કેડરનાં સીનિયર IAS અધિકારીની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભારે ગંભીર વિવાદમાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. વિવાદ એટલો તો ગંભીર છે કે ગુજરાત કેડરના આ સીનિયર અધિકારી સામે ફરીયાદ પણ નોંધવામા આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતનાં સીનિયર IAS અધિકારી સામે દિલ્હીની એક યુવતીએ દિલ્હી વિમેન્સ સેલમાં અરજી કરી છે. દિલ્હીની આ યુવતીએ ન્યાય માટે ગુહાર લગાવતા સીનિયર અધિકારી સામે ગંભીર આક્ષોપો કર્યા છે.

યુવતી દ્વારા આરોપ લગાવવામા આવ્યા છે કે IAS અધિકારી પરણિત હોવા છતાં તને યુવતી સાથે લગ્ન કરવાની લાલચ છે. અઘિકારી દ્વારા યુવતીનાં અશ્લીલ વીડિયો વાયરલ કરવાની વારંવાર ધમકી આપવામા આવે છે અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કરવાનું માટેનું દબાણ ઉભુ કરવામા આવી રહ્યું છે. જી હા આવા ગંભીર આરોપો કરવામા આવ્યા છે ગુજરાત કેડરનાં ઉચ્ચ IAS અધિકારી ગૌરવ દહિયા પર અને યુવતી દ્વારા દિલ્હી વિમેન્સ સેલમાં કરવામા આવેલી અરજી બાદ ગુજરાતનાં આ અધિકારી સામે ફરિયાદ પણ નોંંધવામા આવી છે
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
https://youtu.be/XxKYCXycoCI
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
