Not Set/ મહિલા કોન્સ્ટેબલને ટીકટોક ભારે પડ્યું, અધિકારીએ કરી દીધી સસ્પેન્ડ

ચાઇનીઝ વીડિયો ડબિંગ એપ ટીકટોકના યૂઝર્સમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જો કે, ટીકટોક પર વિડીયો બનાવતા સરકારી નોકરિયાતોને ઘણીવાર મુશ્કેલી ઉભી થઇ જાય છે. જણાવીએ કે ટીકટોક પર વિડીયો બનાવતા એક મહિલા કોન્સ્ટેબલને ભારે પડ્યું છે. પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે ટીકટોક પર વિડીયો બનાવ્યો હતો જે ખબ જ વાયરલ થયો હતો. પોલીસ સ્ટેશનમાં […]

Top Stories Gujarat Others

ચાઇનીઝ વીડિયો ડબિંગ એપ ટીકટોકના યૂઝર્સમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જો કે, ટીકટોક પર વિડીયો બનાવતા સરકારી નોકરિયાતોને ઘણીવાર મુશ્કેલી ઉભી થઇ જાય છે.

જણાવીએ કે ટીકટોક પર વિડીયો બનાવતા એક મહિલા કોન્સ્ટેબલને ભારે પડ્યું છે. પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે ટીકટોક પર વિડીયો બનાવ્યો હતો જે ખબ જ વાયરલ થયો હતો. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસકર્મી મહેસાણાની હોવાનું કહેવાય રહ્યું છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં ખૂબ સારો ડાન્સ કરતા હોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં જ ટીકટોક પર વીડિયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલ અર્પિતાને ફરજ મુક્ત કરાયા છે. અર્પિતા ટીકટોકના ખુબ જ મોટા ચાહક હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં બનાવેલો વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં બનાવેલો વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.  અર્પિતા મહેસાણાના લાંધણજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં.

મળતી માહિતી મુજબ અર્પિતા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે.અર્પિતા ચૌધરીના નામથી એક્ટિવ ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો પણ જોવા મળે છે.

ગઈકાલે જ્યારે તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા ત્યારે મહેસાણાના ડી.વાય.એસ.પી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે આ વીડિયો મહેસાણાનો હોય કે ન હોય પરંતુ તેની તપાસ કરાશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.