BCCI એ અંતે ભારતીય ક્રિકેટ ટીમ માટેનાં નવા કોચની પસંદગી માટેની સલાહકાર સમિતિનાં સભ્યોનાં નામ સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. ભૂતપૂર્વ ક્રિકેટરો કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતિ રંગસ્વામીને આગામી કોચ નિયુક્તિ માટેની ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યો તરીકે નિમવામાં આવ્યા છે. હેડ કોચ અને ભારતીય ક્રિકેટ ટીમના સહાયક સ્ટાફની પોસ્ટ માટે અરજીઓ ભરવા માટેની અંતિમ તારીખ 30 જુલાઇ છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનાં કોચની પસંદગીમાં આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરોનો માટો રોલ જોવામાં આવશે.

આપને જણાવી દઇએ કે હાલ ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ ભારતનાં પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રી છે અને શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમનું પરફોર્મન્સ જોતા સર્વત્ર ચર્ચા છે કે શાસ્ત્રી ફરી આ હોદ્દનાં મજબૂત દાવેદાર છે ત્યારે જોન્ટી રોડસ સહિતનાં વિશ્વનાં અનેક દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ બનવાની રેસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
