Not Set/ #વરસાદ: મુંબઈમાં ભારે વરસાદ, પાણી ભરાયા, ટ્રાફિક જામ, જનજીવન અધરતાલ

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ચોમાસુ પાછું ફર્યુ અને  બે કલાક ધોધમાર વરસાદ પડતા શહેરને પાણી પાણી કરી દીધું હતું. મુંબઈ ઉપરાંત દરિયાકાંઠનાં કોંકણ અને મહારાષ્ટ્રનાં અન્ય ભાગોમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે  મુંબઈમાં જોરદાર પવન સાથે વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થાણે, રાયગમાં જોરદાર પવન સાથે જોરદાર […]

Top Stories India

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ચોમાસુ પાછું ફર્યુ અને  બે કલાક ધોધમાર વરસાદ પડતા શહેરને પાણી પાણી કરી દીધું હતું. મુંબઈ ઉપરાંત દરિયાકાંઠનાં કોંકણ અને મહારાષ્ટ્રનાં અન્ય ભાગોમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે  મુંબઈમાં જોરદાર પવન સાથે વધુ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થાણે, રાયગમાં જોરદાર પવન સાથે જોરદાર તોફાની વરસાદ પડે તેવી ભરપૂર સંભાવનાઓ છે.

બ્રૃહદ મુંબઇ દ્વારા પણ લોકોને ભરાયેલા પાણીમાં ન જવું અને દરિયા કિનારાથી દુર રહેવાની અને બનેં ત્યા સુધી બહાર ન નિકળવાની વિનંતી કરવામા આવી છે.  ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ઠેર ઠેર વાહનોની લાંબી લાઇનો લાગી જતા વાહન વ્યવહાર પણ મુશ્કેલ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે.

બીજી બાજુ છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક, મુંબઇના પીઆરઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે છેલ્લા અનેક ફ્લાઇટ્સ સરેરાશ રીતે માડી પડી રહી છે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના પીઆરઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. સમય સમય પર બાકીની જાણકારી ઉપલ્બધ કરાવવામાં આવશે

મુંબઈકર ઘણા વિસ્તારોમાં ડૂબી ગયેલા જોવામાં આવી રહ્યા છે. રસ્તાઓ, રેલ્વેનાં પાટા અને નીચણવાળી વસાહતો પાણીમાં ડૂબી ગઈ છે. પશ્ચિમ અને મધ્ય રેલ્વેની લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. પરેલ, દાદર, વડાલા, કુર્લા, સોયાન, તિલક નગર, અંધેરી, સાંતાક્રુઝ, ખાર, ગોરેગાંવ અને મલાડમાં રસ્તાઓ પર પૂરની સ્થિતિ સર્જાઇ છે. આનાથી ટ્રાફિકને ખરાબ ખોરવાયો છે. વા મળ્યા હતા. અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન