Not Set/ ગોંડલ : ચેકડેમમાંથી અજાણ્યા પુરૂષનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો

ગોંડલ, ગોંડલની ગોંડલી નદીમાં પંચનાથ મંદિરની પાછળ આવેલ ચેકડેમમાંથી એક અજાણ્યા પુરુષનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જણાવીએ કે ઘટનાની જાણ  પોલીસ અને નગરપાલિકા ફાયરબ્રિગેડને કરવામાં આવતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. નગરપાલિકા ફાયરબ્રિગેડે ચેકડેમના પાણીમાં તરતાં મૃતદેહને બહાર કાઢીને પ્રાથમિક તપાસ હાથ ધરતાં મૃતક પુરૂષ ગોંડલના કપૂરીયા બાલમંદિર પાસે […]

Top Stories Gujarat Others

ગોંડલ,

ગોંડલની ગોંડલી નદીમાં પંચનાથ મંદિરની પાછળ આવેલ ચેકડેમમાંથી એક અજાણ્યા પુરુષનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જણાવીએ કે ઘટનાની જાણ  પોલીસ અને નગરપાલિકા ફાયરબ્રિગેડને કરવામાં આવતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

નગરપાલિકા ફાયરબ્રિગેડે ચેકડેમના પાણીમાં તરતાં મૃતદેહને બહાર કાઢીને પ્રાથમિક તપાસ હાથ ધરતાં મૃતક પુરૂષ ગોંડલના કપૂરીયા બાલમંદિર પાસે રહેતો એક હાથે અપંગ હોવાની વિગતો જાણવા મળી હતી.

સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડીને મૃતકે આત્મહત્યા કરી છે કે ચેકડેમમાં નહાવા જતાં પાણીમાં ડૂબી ગયો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન