Not Set/ ત્રિપલ તલાક બિલ કાયદો બન્યા બાદ પણ મુસ્લિમ મહિલાને પતિએ આપ્યા છૂટાછેડા

સંસદમાં પાસ થઇ ગયેલ ત્રિપલ તલાક બિલ રાષ્ટ્રપતિની સહી સાથે જ કાયદો બની ગયો છે, જેમા દોષીને હવે સજાની જોગવાઇ કરવામા આવી છે. હજુ હમણા જ કાયદો બનેલ ત્રિપલ તલાકનો હેતુ મુસ્લિમ મહિલાને અન્યાય ન થાય તે માટે હતો, પરંતુ હજુ ત્રિપલ તલાકનાં કિસ્સા ખતમ થવાનું નામ નથી લઇ રહ્યા. મહારાષ્ટ્રનાં ઢાણેથી આવો જ એક […]

India

સંસદમાં પાસ થઇ ગયેલ ત્રિપલ તલાક બિલ રાષ્ટ્રપતિની સહી સાથે જ કાયદો બની ગયો છે, જેમા દોષીને હવે સજાની જોગવાઇ કરવામા આવી છે. હજુ હમણા જ કાયદો બનેલ ત્રિપલ તલાકનો હેતુ મુસ્લિમ મહિલાને અન્યાય ન થાય તે માટે હતો, પરંતુ હજુ ત્રિપલ તલાકનાં કિસ્સા ખતમ થવાનું નામ નથી લઇ રહ્યા. મહારાષ્ટ્રનાં ઢાણેથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ તેની પત્નીને વોટ્સએપ પર ત્રિપલ તલાક આપી દીધા હતા. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પતિ અને સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

વોટ્સએપ પર છૂટાછેડા આપવાનો મામલો મહારાષ્ટ્રનાં ઢાણેથી સામે આવ્યો છે. મહિલાની ફરિયાદ છે કે તેના પતિએ પહેલા તેને ફોન પર છૂટાછેડા આપ્યા હતા અને બાદમાં વોટ્સએપ પર પણ છૂટાછેડા આપી દીધા. તેણે દહેજ માટે પતિ અને સાસરિયાઓ પર ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. 31 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ, તેની સાસુ અને ભાભીએ 2015 થી 2018 ની વચ્ચે દહેજ માટે તેને ખૂબ પરેશાન કરી હતી અને આખરે પતિએ તેણીને પહેલા ફોન અને પછી વોટ્સએપ પર છૂટાછેડા આપી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ત્રિપલ તલાક હવે કાયદો બન્યો હોવા છતા અમુક લોકોમાં તેને લઇને કોઇ ડર દેખાઇ રહ્યો નથી. આ પ્રકારનાં લોકો એક મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને પોતાને મર્દનું બિરુદ આપતા હોય છે, ત્યારે હવે કાયદો તેનુ કામ કરતા મહિલાની ફરિયાદ પર તેના પતિને સજા થાય ત્યારે તે એક ઉદાહરણ પૂરુ પાડી શકે છે કે આવી માનસિકતા ધરાવનાર લોકો પર કાયદો સખત પગલા લઇ શકે છે અને તેને સખત સજા આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.