સુરત,
ભારતે જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 નાબુદ કર્યા પછી સૌથી વધુ પાકિસ્તાન બઘવાઇ ગયું છે.ભારત સરકારે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતું સ્ટેટસ હટાવી દેતાં પાકિસ્તાને ભારત સાથેનો વેપાર સસ્પેન્ડ કરી દીધો છે.
ભારત સાથેનો વેપાર પાકિસ્તાને કાપી કાઢતા તેની સીધી જ અસર સુરતના નાના ટેક્સટાઈલ વેપારીઓ પર પડી છે. પાકિસ્તાનમાં સુરતની સાડી, લહેંગા અને દુપટ્ટાનું ઘણું મોટુ માર્કેટ છે. લાહોરના આઝમ કાપડ બજાર અને કરાંચીના લખનૌ માર્કેટમાં સુરતમાંથી માલ જાય છે.
પાકિસ્તાને ભારત સાથેનો વેપાર સ્થગિત કરતાં સુરતમાં કાપડ વેચતા હોલસેલ માર્કેટના વેપારીઓને ધંધામાં ફટકો પડવાની શક્યતા છે.
સુરતના કાપડના હોલસેલ વેપારી દેવેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે અમે દિલ્હીના વેપારીઓને કૂર્તી,સલવાર અને દુપટ્ટા સપ્લાય કરતા હતા. દિલ્હીના વેપારીઓ અમને જથ્થાબંધ ઓર્ડર આપતા હતા અને તેઓ આ માલ પાકિસ્તાન પહોંચાડતા હતા.દિલ્હીના વેપારીઓ મારફતે અમારો માલ પાકિસ્તાન જતો હતો.પરંતું પાકિસ્તાને વેપાર સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેતા અમારા દિલ્હીના વેપારીઓએ પણ સપ્લાય અટકાવી દેવા જણાવ્યું છે
સુરતમાં સુદર્શન ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડના શશીકાંત મુંદ્રાએ જણાવ્યું હતું કે અમે અમૃતસરના માર્કેટથી લાહોર અને કરાંચીના માર્કેટમાં વર્ષે પાંચ કરોડનો માલ મોકલીએ છીએ. હવે અમે પાકિસ્તાન આ મટિરિયલ નહિ મોકલી શકીએ
સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ની ટેક્સટાઈલ કમિટીના ચેરમેન દેવકિશન મંઘાનીએ જણાવ્યું કે પુલવામા હુમલા પછી પાકિસ્તાન સાથેનો વેપાર અનિયમિત થઈ ગયો છે. મોટા ભાગના વેપારીઓ સસ્તી સાડી, લહેંગા અને બીજા કાપડ સુરતથી આયાત કરે છે અને એમાં કિંમત ઉમેરી તેમના સ્થાનિક બજારમાં વેચે છે.
ઉલ્લેખનીય છે કે ભારતથી પાકિસ્તાન કપડાની નિકાસ $16 મિલિયન જેટલી છે. ફાઈબરની નિકાસ $12 મિલિયન અને $2.5મિલિયન જેટલી છે. 2018માં ભારતમાંથી પાકિસ્તાનમાં ટેક્સટાઈલની નિકાસ $22 મિલિયન જેટલી હતી જે એપ્રિલ-જૂન 2019માં વધીને $33 મિલિયન જેટલી થઈ હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
