અમદાવાદ,
અમદાવાદમાં ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપલાઈનનું ઉલ્લંઘન કરો કે હેલ્મેટ ના પહેરી હોય કે રસ્તા પર કાર પાર્ક કરી હોય તેને ઇ મેમો મળતા હતા પરંતુ હવે રોંગ સાઈડ પર ડ્રાઈવિંગ કરનારને અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો પણ ઈ-મેમો મળશે.
અમદાવાદના ટ્રાફિક વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં વાહન ચાલકો રોંગ સાઈડ ચલાવીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તો કરે છે સાથે સાથે અકસ્માતો પણ સર્જે છે આવા વાહન ચાલકોને પણ હવે ઇ મેમો.મળશે.એવી રીતે કાર ચલાવતી સમયે સીટ બેલ્ટ નહિ પહેરનારને પણ ઇ મેમો.મળશે
ટ્રાફિક ડિપાર્ટમેન્ટના સબ-ઈન્સ્પેક્ટર કે. વી. પટેલે કહ્યું, જો એકપણ ઈ-મેમો ભરવાનો બાકી હશે તો RTO જે-તે વાહનચાલકના નંબરને બ્લેકલિસ્ટ કરશે. જેથી તેઓ વાહન વેચી નહીં શકે અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ પણ નહીં કરાવી શકે.
અમદાવાદમાં એપ્રિલ 2018થી ફરીથી ઈ-મેમો આપવાના શરૂ કરાયા ત્યારથી 7,33,679 ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમો તોડનાર લોકોએ 10,58,65,300 રૂપિયા દંડ તરીકે ઓનલાઈન ચૂકવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
