Not Set/ સતત મોબાઇલ, કોમ્પ્યુટરનાં સંપર્કમાં રહી બાળકો થઇ રહ્યા છે આ બિમારીનો શિકાર

આજનાં બાળકો ઘરની બહાર શારીરિક રમતોની જગ્યાએ ઘરની અંદર રહી માનસિક રીતે રમી શકાય તેવી રમતો તરફ વળ્યા છે. ખાસ કરીને બાળકો મોબાઇલ પર ગેમ રમતા વધુ જોવા મળે છે. ટીવી, કમ્પ્યુટર તેમજ મોબાઈલ સ્ક્રીન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વિવિધ રમતો અને કામને કરીને સપ્તાહમાં વધુ સમય વિતાવી રહેલા બાળકોને મોટાપાની બીમારી થવાની […]

Health & Fitness

આજનાં બાળકો ઘરની બહાર શારીરિક રમતોની જગ્યાએ ઘરની અંદર રહી માનસિક રીતે રમી શકાય તેવી રમતો તરફ વળ્યા છે. ખાસ કરીને બાળકો મોબાઇલ પર ગેમ રમતા વધુ જોવા મળે છે. ટીવી, કમ્પ્યુટર તેમજ મોબાઈલ સ્ક્રીન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વિવિધ રમતો અને કામને કરીને સપ્તાહમાં વધુ સમય વિતાવી રહેલા બાળકોને મોટાપાની બીમારી થવાની સંભાવનાઓ વધી જાય છે.

તમારુ બાળક જેટલો સમય વધારે સ્ક્રીન પર વિતાવશે તેટલુ જ તેના સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવનાઓ છે. તમે જોશો કે પેટ તેમજ કમરની ચરબી વધતી જોવા મળશે. આ દાવો ફિનલેન્ડનાં અંદાજે ૧૦ હજાર બાળકો પર કરવામાં આવેલા અધ્યયનમાં માલૂમ પડ્યું છે. રિપોર્ટનાં જણાવ્યા મુજબ, ૨૧મી સદીમા બાળકો મોટાપાનો શિકાર થવું એક પડકાર સમાન છે. તે ભણતરથી માંડીને મનોરંજન માટે ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલ-ટેબ્લેટ પર નિર્ભર થઇ રહ્યા છે.

આ રીતે જોઈએ તો દરેક ગતિવિધિઓ અને કામ બેઠા બેઠા કરવામાં આવે છે. જેના કારણે તેમની પાચન ક્રિયાથી માંડીને શારીરિક વિકાસ પર પણ અસર પડે છે. જેનું પરિણામ વધતો વજન, કમર તેમજ પેટ પર ચરબી મોટાપાનાં રૂપે સામે આવી રહી છે. આ અંગે સમજવા માટે અંદાજે ૧૦ હજાર બાળકોની સ્ક્રીનને જોવાની આદત અને વજનનું અધ્યયન કરાયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.