
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો)માં નિયામક અને ભૂતાનનાં માહિતિ અને સંદેશાવ્યવહાર મંત્રાલયનાં નિયામક દ્વારા અવકાશના ક્ષેત્રમાં સહયોગ માટેનાં કરાર પર સહી કરવામાં આવી. આ કરાર ભૂટાને સંદેશાવ્યવહાર, જાહેર પ્રસારણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં મદદ કરશે. વધારાના બેન્ડવિડ્થ અને ટ્રાન્સપોન્ડરો પણ ભૂટાનની જરૂરિયાત મુજબ આપવામાં આવશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં ડાયરેક્ટર જનરલ અરવિંદ હાંડા અને ભૂટાનના માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રાલયના કાર્યકારી સચિવ પેમ્બા વાંગચુક દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહયોગ માટે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને જ્ઞાનનાં ક્ષેત્રમાં સહયોગ માટે ભારતના રાષ્ટ્રીય જ્ઞાન-વિજ્ઞાન નેટવર્કનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આર.એસ. મણિ અને ભૂટાના સંદેશા વ્યવહાર મંત્રાલયના નિયામક જીગ્મે તેનઝિન દ્વારા કરારો પર સહી કરવામાં આવી હતી.

બંને દેશોએ ઉર્જા ક્ષેત્રે સહયોગ માટે કરાર પણ કર્યો હતો અને વીજ ખરીદી માટેના કરાર પર પીટીસી ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર દીપક અમિતાભ અને ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડી રિંઝિન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભૂટાનમાં ભારતના રાજદૂત રુચિરા કમ્બોજે અને ભૂટાનની રાષ્ટ્રીય સંસ્થાના નિયામક-જનરલ, લોબજંગ રિંજિન, ન્યાયિક ક્ષેત્રે સહયોગ માટે હસ્તાક્ષર કર્યા. જીગ્મે સિંગેય વાંગચુક સ્કૂલ ઓફ લો, ભૂટાન અને નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા, બેંગલોર વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહકાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને બંને દેશો વચ્ચેના સહકાર પર પણ સંમતિ આપવામાં આવી હતી અને ભૂટાન રોયલ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુર, ભારતીય ટેકનોલોજી સંસ્થાન દિલ્હી, મુંબઇ અને સિલચર સાથે સહકાર કરાર પણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
