Not Set/ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન, ઘણાં સમયથી હતા બીમાર

બિહાર, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું સોમવારે અવસાન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી જગન્નાથ મિશ્રાની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 82 વર્ષના જગન્નાથ મિશ્રા ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા. 1975 માં, તેઓ પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 1980 માં બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને 1989 થી 1990 દરમિયાન છેલ્લી […]

Top Stories India

બિહાર,

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું સોમવારે અવસાન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી જગન્નાથ મિશ્રાની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 82 વર્ષના જગન્નાથ મિશ્રા ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા. 1975 માં, તેઓ પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 1980 માં બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને 1989 થી 1990 દરમિયાન છેલ્લી વાર 90 ના દાયકામાં તેમને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન પણ મળ્યું. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

જગન્નાથ મિશ્રાએ પ્રોફેસર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં બિહાર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા હતા. તેમને રાજકારણમાં ખૂબ રસ હતો. તેમના મોટા ભાઈ લલિત નારાયણ મિશ્રા રેલ્વે મંત્રી હતા. જણાવીએ કે દેવઘરના ચારા કૌભાંડ કેસમાં લાલુ યાદવને કોર્ટે દોષી ઠેરવ્યા હતા અને જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ઉચ્ચ રાષ્ટ્રીય સ્તરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાતા, તેઓ ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસમાં જોડા્યા પછી, તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને બાદમાં જનતા દળમાં જોડાયા હતા. 30 સપ્ટેમ્બર, 2013 ના રોજ, રાંચીની વિશેષ અદાલતે તેમને ચારા કૌભાંડમાં 44 અન્ય લોકો સાથે સજા ફટકારી હતી. ત્યારબાદ તેને ચાર વર્ષની કેદ કરવામાં આવી હતી અને 200,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.