Not Set/ અમદાવાદનાં 16 વર્ષનાં સગીરે 11 વર્ષની બાળકી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં ધોરણ -5 માં ભણતી 11 વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10માં ધોરણમાં ભણતા 16 વર્ષીય વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરાયાનાં આરોપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. જુવેનાઇલ(સગીર) દ્વારા છોકરી પર એક વાર નહીં પરંતુ ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો ફરિયાદમાં સામે આવી રહી છે. […]

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદમાં ધોરણ -5 માં ભણતી 11 વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10માં ધોરણમાં ભણતા 16 વર્ષીય વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરાયાનાં આરોપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. જુવેનાઇલ(સગીર) દ્વારા છોકરી પર એક વાર નહીં પરંતુ ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો ફરિયાદમાં સામે આવી રહી છે.
દુષ્કર્મ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. વટવા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કહે છે કે સગીર આરોપી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળે રહે છે, જ્યારે પીડિતા બીજા માળે રહે છે. આક્ષેપો મુજબ જુવેનાઈલે(સગીર) જ્યારે તેના મોબાઇલ ફોન પર ફિલ્મ અને વેબ સિરીઝ બતાવવાનું કહી સાગીરાને તેના ઘરે જ બોલાવી બળાત્કાર ગુજારતો હતો. 

વટવા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.વી. સિસારા કહે છે કે આ બાબત જાણ સોમવારે બપોરે ત્યારે મળી જ્યારે પીડિતાની માતાએ આરોપીને તેની બાળકી પર બળાત્કાર કરતો જોયો હતો. એક પોલીસ અધિકારી કહે છે કે, “પીડિત અને કિશોર(આરોપી) બનેં પડોશી હોવાનાં કારણે લાંબા સમયથી સંપર્કમાં હતા.

જુવેનાઈલે(સગીર) તાજેતરમાં એક મોબાઇલ ફોન ખરીદ્યો હતો. તેણે પીડિતાને કહ્યું કે જો તે ફિલ્મ અને વેબ સિરીઝ તેમજ ફોનની અન્ય સુવિધાઓ જાણવા માંગતી હોય તો તેનાં ઘરે આવી જાઇ. આમ મોબાઇલ શીખવવાનાં બહાને સગીર દ્વારા સગીરાને પોતાના ઘરે બોલાવવામાં આવી હતી કે આવતી હતી.  

પોલીસ અધિકારીનું કહેવું છે કે જ્યારે પણ પીડિતા જુવેનાઇલના ઘરે ગઈ હતી ત્યારે આરોપીએ તેની સાથે જાતીય શોષણ કે બળાત્કાર ગુજાર્યો હતો. સોમવારે બપોરે પણ તેણે પીડિતાને તેના ઘરે બોલાવી હતી. તે સમયે જુવેનાઇલના ઘરે કોઈ નહોતું. અહીં ફરી આરોપીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે પિડીતા યુવતીનાં માતા બનેંને જોઇ જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો

પીડિતા અને જુવેનાઇલ બંનેને યુવતીની માતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તપાસ અર્થે તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.  પોલીસ દ્વારા હાલ આ મામલે આરોપી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 376 (બળાત્કાર) તેમજ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.