Not Set/ #સેલ્ફીઘેલછા : અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફીનાં ચક્કરમાં યુવાને મોતને નોતર્યું

મોબાઇલ અને તેમા પણ સેલ્ફીએ દેટવાળ્યો હોય તેવા કિસ્સા રોજ બરોજ સામે આવે છે અને ખાસ કરીને નતનવી સ્ટાઇલમાં સેલ્ફી લેવાનાં ચક્કરમાં અનેકનાં મોત નિપજતા હોવાની ઘટના બનતી હોવા છતા, સોશિયલ મીડિયામાં ગણીગાંઠી લાઇક મેળવી છવાઇ જવાની અને વાવહી મેળવવાની લાહ્યમાં યુવાનો જીવ પણ જોખમમાં નાખી દે છે. આવો જ એક ગોઝારો કિસ્સો અમદાવાદનાં રિવરફ્રન્ટ […]

Top Stories Ahmedabad Gujarat

મોબાઇલ અને તેમા પણ સેલ્ફીએ દેટવાળ્યો હોય તેવા કિસ્સા રોજ બરોજ સામે આવે છે અને ખાસ કરીને નતનવી સ્ટાઇલમાં સેલ્ફી લેવાનાં ચક્કરમાં અનેકનાં મોત નિપજતા હોવાની ઘટના બનતી હોવા છતા, સોશિયલ મીડિયામાં ગણીગાંઠી લાઇક મેળવી છવાઇ જવાની અને વાવહી મેળવવાની લાહ્યમાં યુવાનો જીવ પણ જોખમમાં નાખી દે છે. આવો જ એક ગોઝારો કિસ્સો અમદાવાદનાં રિવરફ્રન્ટ પર બન્યો છે.

સેલ્ફીના ચક્કરમાં યુવાનો મોતને નોતરી દીધું અને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પરથી એક યુવક સેલ્ફીનાં ચક્કરમા નીચે પટકાયો હતો. સેલ્ફી લેવા જતાં યુવક નીચે પટકાતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ આદરી હતી.

જ્યારે લોકોને પોતાનાં જીવન મરણની પડી ન હોય અને થોડીક છણોની મોજ માટે આવા ખોટા રીસ્ક લઇને મોતને નોતરે ત્યારે પણ લોકો તંત્રનો વાંક કાઢવામાં પાછી પાની કરતા નથી હોતા તે પણ દુર્ભાગ્ય પૂર્ણ બાબત છે. જ્યારે યુવાનો અને મોટા ભાગનાં લોકો અનેક બાબતમાં આપણી તુલના પશ્ચિમી દેશો સાથે કરે છે, ત્યારે નિયમોનાં પાલન અને પોતાની ફરજમા આવું કેમ નથી કરતા તે પણ લોક હિતનો સાચો સવાલ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન