Not Set/ રાજકોટ : પાણીની સમસ્યાને લઇને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન

રાજકોટની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. અંદાજે 1000 થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ પાણીની સમસ્યાને કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોસ્ટેલનાં કોઇ પણ સંચાલકોએ ફોન ન ઉઠવ્યા હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં પડતી સમસ્યાને લઇને વિદ્યાર્થીનીઓએ અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થીનીઓએ ધરણાં […]

Gujarat Rajkot

રાજકોટની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. અંદાજે 1000 થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ પાણીની સમસ્યાને કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોસ્ટેલનાં કોઇ પણ સંચાલકોએ ફોન ન ઉઠવ્યા હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં પડતી સમસ્યાને લઇને વિદ્યાર્થીનીઓએ અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થીનીઓએ ધરણાં પર બેસવાની ફરજ પડી હતી. ત્યારે હવે આ ધરણાંથી સમસ્યાનું નિરાકરણ આવશે કે પછી હજુ પણ સમસ્યાનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે.

આ દરમિયાન વિદ્યાર્થીનીઓએ અમને પાણી આપો જેવા નારા પણ લગાવ્યા હતા. સૌથી શરમજનક વાત એ રહી કે વિદ્યાર્થીનીઓને પોતાનો અભ્યાસ છોડી આ રીતે પ્રદર્શન કરી પણીની માંગણી કરવી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.