મોદી સરકાર અકસ્માતો અટકાવવાનું કારણ આપતા નવા મોટર વ્હીકલ એક્ટની તરફેણ કરી રહી છે, જ્યારે ટ્રાફિક પોલીસ આ કાયદાની જાણે ધજ્જિયા ઉડાવી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીથી સામે આવેલો એક મામલો તમને પણ થોડી ક્ષણો માટે વિચારતા કરી દેશે. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીનાં કેબ ડ્રાઇવરનો મેમો ટ્રાફિક પોલીસ માત્ર એટલે જ કાપ્યુ કે તેની કારમાં ફર્સ્ટ એડ બોક્સમાં Condom નહતુ. જ્યારે ફર્સ્ટ એઇડ બોક્સમાં કોન્ડોમ મૂકવાનો કોઈ નિયમ જ નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કેબ ડ્રાઇવર ધર્મેન્દ્રને ટ્રાફિક પોલીસે દિલ્હીનાં નેલ્સન મંડેલા રોડ પર રોક્યો હતો. ધર્મેન્દ્રએ નિયમોનુસાર બધા કાગળો બતાવ્યા. આ પછી, ટ્રાફિક પોલીસ કર્મચારીએ ફર્સ્ટ એઇડ બોક્સ જોયો અને તો તેમા કોન્ડોમ નહોતું. આ બાબતે ટ્રાફિક પોલીસે ડ્રાઇવરનું ચલણ કાપી નાખ્યું હતું. જ્યારે ચાલકને ચલણની રસીદ મળી હતી, ત્યારે તેમાં કોન્ડોમનો કોઈ ઉલ્લેખ નહોતો, તેમા ઓવરસ્પીડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, જાહેર વાહનો માટે દરેક સમયે ઓછામાં ઓછા ત્રણ કોન્ડોમ લઇને ચાલવુ જરૂરી છે. જો કે, મોટાભાગનાં કેબ ડ્રાઇવરો આ અંગે અજાણ છે. તેનો ઉપયોગ ઈજાનાં કિસ્સામાં લોહીનાં પ્રવાહને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
બીજી તરફ ટ્રાફિક પોલીસ અધિકારીઓનું માનવું છે કે આવો કોઈ નિયમ નથી. અધિકારીઓનું માનવું છે કે જો આ રીતે કેબ ડ્રાઇવરનું ચલણ ફાડવામાં આવે, તો તેણે અધિકારીને ફરિયાદ કરવી જોઈએ. દિલ્હી મોટર વાહન અધિનિયમ – 1993 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ, 1989 માં આ અંગે કોઈ ઉલ્લેખ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
