Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ CM રૂપાણી દ્વારા યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, સરકારના કામનાં આપ્યા આવા લેખા જોખા

ગુજરાતમાં 6 બેઠકોની પેટા ચૂંટણીને લઇને રાજકીય ધમધમાત શરૂ થઇ ગયો છે અને કોંગ્રેસ અને ભાજપ બનેં પક્ષો દ્વારા પેટા ચૂંટણી માટે મુરતીયા શોધવાનું શરૂ કરી દીધું છે. બનેં પક્ષે આમતો દરેક બેઠક માટે ટિકીટ વાંચ્છુકોની લાંબી લાઇન જોવામાં આવી રહી છે. અને તમામ ઉમેદવારો દ્રારા પાત પોતાની ઉમેદવારીનાં પ્રબળ દાવા રજૂ કરવાની સાથે સાથે […]

September 24, 2019September 24, 2019Bhavesh Vyas
Top Stories Gujarat

ગુજરાતમાં 6 બેઠકોની પેટા ચૂંટણીને લઇને રાજકીય ધમધમાત શરૂ થઇ ગયો છે અને કોંગ્રેસ અને ભાજપ બનેં પક્ષો દ્વારા પેટા ચૂંટણી માટે મુરતીયા શોધવાનું શરૂ કરી દીધું છે. બનેં પક્ષે આમતો દરેક બેઠક માટે ટિકીટ વાંચ્છુકોની લાંબી લાઇન જોવામાં આવી રહી છે. અને તમામ ઉમેદવારો દ્રારા પાત પોતાની ઉમેદવારીનાં પ્રબળ દાવા રજૂ કરવાની સાથે સાથે શક્તિ પ્રદર્શન પણ પોત પોતાની રાતે કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે આવનારી પેટા ચૂંટણીને લઇને CM વિજય રૂપાણી દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજવામાં આવી હતી.

પેટા ચૂંટણીને લઈને ભાજપની પત્રકાર પરિષદમાં CM વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી દ્વારા રાજ્યની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ, મંદી અને મેક ઈન ઈન્ડિયાથી લોકોને સુલભ રોજગારી વિશે વાત કરી હતી. CMએ જણાવ્યું કે દેશ હિતમાં સરકારે અનેક નિર્ણયો કર્યા છે અને આ નિર્ણયોથી વેપારમાં વધારો થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

CM રુપાણીએ જણાવ્યું કે જો વૈશ્વિક તુલનાં કરવામાં આવે તો, વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ ભારતમાં છે. સરકાર દ્વારા જે સુધારાઓ હાલમાં કરવામાં આવ્યા છે તેનાથી મોટી સંખ્યામાં ભારતમાં રોકાણ આવશે. આને સીધો લાભ સામાન્ય લોકોને થાય તેવા નિર્ણયો અને પગલા સરકારે ભર્યા છે.  કોર્પોરેટ ટેક્સ ઘટાડી સરકારે તમામને રાહત આપવાની સાથે સાથે ઉદ્યોગ જગતને નવી ગતી આપી છે.

CM રુપાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકારનાં નવા સુધારાનો સૌથી વધુ લાભ અને સૌથી વધુ રોકાણ ગુજરાતમાં આવે તેવા પ્રયાસ ગુજરાત સરકાર પણ કરી રહી છે. સરકાર દ્વારા બહારનાં લોકો અને ઉદ્યોગકારોને અહીં વેપાર કરવા અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો અહીં વેપાર માટે આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રેપોરેટ ઘટાડી વ્યાજદર ઘટાડવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. જેનાથી મહત્મ ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે નવા નિયમો બનાવ્યા છે અને અનેક વેપારને બળ આપતા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેથી કરીનો વેપારમાં વધારો થાય.  બાંધકામ ઉદ્યોગને વેગ મળતા રોજગારી પણ વધશે. તો સાથે સાથે GSTની બાકી ચૂકવણી 30 દિવસમાં પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરાઈ છે. સરકારના પ્રયત્નોથી ફુગાવો વધ્યો નથી. પરંતુ સરકારનાં નવા નિયમોને કારણે હવે કોઈ કંપનીની મોનોપોલી રહી નથી. બેંકોમાં પણ હરિફાઈ ચાલે છે. અને સરકારી તંત્ર પણ હવે કોર્પોરેટની લયમાં કામ કરતું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન

Post navigation

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને સરકારી પાંજરે પૂરવાની કવાયત શરૂ કરાઇ
મુંબઇમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘણા લોકો દટાયા હોવાની આશંકા

More Posts

Murder/ ડીસાનાં જાણીતા CA એ રૂ. 2 લાખમાં પત્નીને જાનથી મારી નાખવાનું રચ્યું કાવતરું

February 6, 2021February 6, 2021hardik shah

Benguluru-Fire Accident/ રામેશ્વરમ કાફે વિસ્ફોટ દુર્ઘટનામાં IEDનો ઉપયોગની આશંકા, જાણો કોણ છે તેના માલિક

March 2, 2024Heena Dave
આગામી

Gujarat/ આગામી 5 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ, હવામાન વિભાગની આગાહી

April 13, 2022April 13, 2022Nita vagh

સુપ્રીમકોર્ટ/ પંજાબ સરકારે કેન્દ્રના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો…

December 11, 2021garima rao

Not Set/ સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્ક્યુલેશન, દેશનાં 12 ભાગોમાં ભારે વરસાદની ચેતવણી

October 1, 2019October 1, 2019padma prajay

Surat News/ સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત ત્રણનાં મોત

August 4, 2024Komal Patel

World News/ પોલેન્ડમાં 56 માનવ કિડની વેચવામાં આવી, આરોપી યુક્રેનિયન મહિલાની કરાઈ ધરપકડ

March 11, 2025Yogesh Vaghela

Bhavnagar News/ ભાવનગરમાં વાહન માલિકોએ ચેતવા જેવો કિસ્સો, ચાની લારી ધરાવતા વ્યક્તિને ગઠિયાએ ઠગવાનો કર્યો પ્રયાસ

May 1, 2025Komal Patel

Not Set/ દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક લગભગ પહોંચ્યો 80 લાખ

October 28, 2020October 28, 2020hardik shah

Valsad/ શીશમ-સાગી ચોરસાનાં લાકડા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, દ્રશ્યો બન્યા ફિલ્મી

December 23, 2020hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy