રાજકોટ,
રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા શું માત્ર સામાન્ય જનતા પાસેથી દંડ લેવાનું કામ કરે છે? શું નેતાઓને આ દંડથી આપવાથી છૂટકારો મળે છે? આવ ઘણા સવાલો ઊભા થાય છે કેમ કે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટનાં મેયરે પોતાની કારનો 400 રૂપિયાનો ઇમેમો 10 મહિનાથી ભર્યો જ નથી. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. જ્યારે સામન્ય જનતા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, પોતે રાજકોટ મેયરનો 10 મહિના પહેલાનો મેમો ભરાયો નથી. શહેરનાં મેયર બિનાબેન આચાર્યની કારે ડો.યાજ્ઞિક રોડ પર બે વખત વનવેમાં જઇને નિયમ ભંગ કર્યો છે. તે માટે તેમને પહેલીવાર 100 રૂપિયા અને બીજીવાર 300 રૂ.નો એમ થઇને કુલ 400 રૂપિયાનાં મેમા આપ્યાં છે. તે છતાં તેમણે અત્યાર સુધી આ મેમા ભર્યા જ નથી.

આ સાથે શાસકપક્ષનાં નેતા તો મેયર કરતા પણ ચઢિયાતા નીકળ્યાં. તેમણે દોઢ મહિનામાં એક જ નિયમ ત્રણવાર ભંગ કર્યો. જેનો 700 રૂપિયાનો ઇમેમો તેમણે ભર્યો જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
