એન્ટિગુઆ અને બાર્બુડાનાં વડા પ્રધાને પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડનાં આરોપી મેહુલ ચોક્સી વિશે મોટું નિવેદન આપ્યું છે. ચોક્સીને છેતરપિંડી કરનાર ગણાવતાં તેમણે કહ્યું હતું કે તેની અપીલ પૂરી થતાં જ તેને દેશનિકાલ કરવામાં આવશે. પીએમ ગૈસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોક્સી છેતરપિંડી કરનાર છે અને ભારતીય એજન્સીઓ આપણા દેશમાં આવીને તેની પૂછપરછ કરવા માટે મુક્ત છે. આપને જણાવી દઈએ કે મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની સિટિઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એન્ટિગુઆની નાગરિકતા લીધી હતી.
બ્રાઉને ડીડી ન્યૂઝને કહ્યું હતું કે તેમને ખબર નથી કે ચોક્સી છેતરપિંડી કરનાર છે, નહીં તો તેને નાગરિકતા આપવામાં આવી ન હોત. તે એન્ટિગાનાં સમ્માનને વધારતો ન હોવાથી તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આપણા દેશમાં સ્વતંત્ર ન્યાયિક પ્રણાલી છે અને આ મામલો કોર્ટ સમક્ષ છે. તેથી, સરકારને આ મામલે કોઈ અધિકાર નથી. જેમ તમે જાણો છો, ગુનેગારોએ પણ એક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તેણે (ચોક્સી) અનેક વખત અપીલ કરી અને જ્યાં સુધી તેની તમામ અપીલ પર સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે કંઈ કરી શકતા નથી. પરંતુ, તેની તમામ અપીલ પૂર્ણ થઈ ગયા પછી, તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.
#WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn't add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv
— ANI (@ANI) September 25, 2019
ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની મુંબઇની બાર્ડી હાઉસ શાખાને લગભગ 14,000 કરોડનાં નકલી લેટર ઓફ અન્ડરસ્ટેડિંગ (એઓયુ) દ્વારા ઠગી હતી. આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ બંને ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા. ચોક્સીને 15 જાન્યુઆરી, 2018 ના રોજ એન્ટિગા અને બાર્બુડાની નાગરિકતા મળી. તેણે આ વર્ષે 17 જૂને બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે તે હાલમાં એન્ટિગામાં રહે છે અને પીએનબી કૌભાંડની તપાસમાં સહકાર આપવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
