રાજકોટમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરની મોટા ભાગની હોસ્પિટલો અત્યારે દર્દીઓથી ભરેલી જોવ મળી રહી છે. રાજકોટમાં અત્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ માં અધધ વધારો જોવા મળી રહયો છે.

આ બધાની વચ્ચે 14 વર્ષના સેન્ટ મેરી સ્કૂલના એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. આ બાળકનું મોત ડેન્ગ્યુના કારણે થયુ છે. રાજકોટમાં એક સપ્તાહમાં 130 જેટલા ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. બાળકના મોત બાદ રાજકોટના આરોગ્ય વિભાગને ખબર પડી કે બાળકને ડેન્ગ્યુ હતો. શહેરમાં સામાન્ય શરદી ઉધરસ-તાવના કેસ ૧૬૮, ઝાડા-ઉલટીના ૧૩૭, શંકાસ્પદ ડેન્ગ્યુના ૪૧, અને મેલેરિયાના ૩ કેસ નોંધાયા છે.
તેમ છતા આરોગ્ય વિભાગ સબસલામતના દાવા કરી રહ્યુ છે. વિદ્યાર્થીના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. તો વાલીગણ પણ પોતાના બાળકોને આવી પરિસ્થિતમાં શાળાએ મોકલતા ભયની લાગણી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો ભાવનગર : કોંગો ફીવરનો વધુ એક કેસ સામે આવ્યો, આરોગ્ય વિભાગ એલર્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
