ઇરાનની તમામ મહિલાઓ માટે આજનો દિવસ ઐતિહાસિક હશે. સહર ખોડયારી નામની એક ઇરાની મહિલા ફૂટબોલની ખૂબ મોટી ચાહક હતી. સહરની દિલથી ઇચ્છા હતી કે તે સ્ટેડિયમમાં જઇને તેની પ્રિય ટીમની ફૂટબોલ મેચ જુએ. પરંતુ અફસોસ, ઈરાનનાં કટ્ટર ઇસ્લામિક નિયમો હોવા છતાં, તેણે તેના દિલની ઇચ્છા પૂરી કરી, પરંતુ સહરે તેના દેશનાં રૂઢિચુસ્ત કાયદાને કારણે આત્મહત્યા કરવી પડી. જોકે, સહરને કારણે ઈરાનની તમામ મહિલાઓ હવે સ્ટેડિયમ જઈને મેચ જોઈ શકશે.
એસ્ટેગલલ સહરની પ્રિય ફૂટબોલ ટીમ હતી. તે ઈરાનની એક ક્લબ ટીમ હતી, જેની જર્સી વાદળી રંગની છે. માર્ચ 2019 માં, ઈરાનની આઝાદી સ્ટેડિયમમાં એસ્ટેગલલની એક મેચ દેખવા માટે સહરે સુરક્ષા ઘેરાને ભેદીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. સ્ટેડિયમ પહોંચવા માટે સહરે મર્દોની જેમ આઇટફિટ પહેર્યુ હતું. જો કે, સ્ટેડિયમમાં પ્રવેશ્યા પછી, તેણે પોતાનું બ્લુ રંગની વિગ કાઠી દીધી હતી. આ દરમિયાન કોઈએ તેનો ફોટો લીધો હતો, જે તે જ દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ફોટો વાયરલ થયા બાદ મેચ દરમિયાન જ સહરની સ્ટેડિયમની અંદર ધરપકડ કરવામાં આવી હતી. સહરની ધરપકડ બાદ કોર્ટે તેની વિરુદ્ધ સમન્સ જારી કર્યું અને હાજર થવાનો હુકમ જારી કર્યો. સહર સમન્સ સાથે કોર્ટમાં પહોંચી અને પરિસરની બહાર પોતાને આગ ચાંપી દીધી હતી. બાદમાં સહરને રાજધાની તેહરાનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 90 ટકા બળી ગયેલી સહરનું સારવાર દરમિયાન લગભગ એક અઠવાડિયા પછી મોત નીપજ્યું હતું. આખા ઈરાનમાં બ્લુ ગર્લનાં નામથી પ્રખ્યાત સહરનાં મૃત્યુ પછી, ઇરાનની સમગ્ર વિશ્વમાં છબી ખરાબ થઇ ગઇ હતી.
વૈશ્વિક સ્તર પર થયેલી બદનામી બાદ ઈરાનની આંખો ખુલી અને તેણે દેશનો વર્ષો જુનો કટ્ટર ઈસ્લામિક કાનૂનને પરત ખેંચી લીધો અને સ્ટેડિયમમાં મહિલાઓનાં પ્રવેશને મંજૂરી આપી દીધી. ઈરાન સરકારે સહરનાં જીવતા તો આ કાયદો પરત ન ખેચ્યો પરંતુ તેની મોત બાદ લેવાની ફરજ પડી. જો કે અહી સહરનું સપનુ પૂરુ થયુ. આજે સહર ઇરાનની હજારો મહિલાઓની નજરથી આઝાદી સ્ટેડિયમ ખાતે ઇરાન અને કંબોડિયાની ફૂટબોલ મેચ જોશે. 90 હજાર દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં આજનાં મેચ માટેની 3500 બેઠકો ફક્ત મહિલાઓ માટે અનામત રાખવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
