- નડિયાદ રેલવે સ્ટેશન પાસે દુર્ધટના
- ગુજરાત એક્સપ્રેસે લીધો 3 લોકોને અડફેટે
- અડફેટે બે મહિલા અને એક બાળકી નું મોત
નડિયાદ રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત એક્સપ્રેસની અડફેટે બે મહિલા અને એક બાળકીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ મુંબઇથી અમદાવાદ તરફ પૂર પાટ ઝડપે દોળતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ બે મહિલા અને એક બાળકી એમ ત્રણેય લોકો આવી ગયા હતા.

ગુજરાત એક્સપ્રેસ ટ્રેન સડસડાટ આ લોકો પર થી પસાર થઇ અને ત્રણેયના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. દુર્ઘનાનાં ઘટનાને પગલે સ્ટેશન જી.આર.પીની ટીમ, આર.પી.એફની ટીમો તુરંત આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ઘટના સ્થળે મોત પામેલા 3 વ્યક્તિમાં બે મૃતકો મહિલા છે જેની ઉમર આશરે 50 વર્ષ અને આશરે 40 વર્ષ અને જ્યારે એક બાળકી આશરે 3 વર્ષનું હોવાનું પ્રાથમિક અનુમાન આપવામાં આવી રહ્યું છે. જો કે, મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
