Anand News: આણંદના બોરસદમાં ભારે વરસાદના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું. બોરસદમાં ગઈકાલે સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબકયો. બોરસદમાં વરસાદના કહેર વરતાયો. એક વ્યક્તિનો લીધો ભોગ. જણાવી દઈએ કે રાજ્યમાં ગઈકાલે મોડી રાત સુધી 222 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા.
વરસાદે લોકોના માલ-સામાનને નુકસાન પંહોચાડયું છે પરંતુ પાંચ વડ વિસ્તારમાંથી પાણીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. આ મૃતક વ્યક્તિ બોરસદનો હોવાની માહિતી મળી છે. માનવામાં આવે છે કે ગઈકાલે બોરસદમાં થયેલા ભારે વરસાદમાં આ વ્યક્તિ કયાંક ફસાયો હશે અને પાણીમાંથી બહાર નીકળી ના શકવાના પરિણામે મૃત્યુ પામ્યો હોઈ શકે. હાલમાં આ વ્યક્તિના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વ્યક્તિના મૃત્યુ કેવી રીતે થયું તે પીએમ રીપોર્ટ પરથી જાણી શકાશે.
શહેર કમિશ્નરના જણાવ્યા મુજબ ગઈકાલે ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને મદદ કરવાના તમામ શકય પ્રયાસો હાથ ધરાયા હતા. તંત્રની ટીમે 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી તેમને સલામત સ્થળે ખસેડયા. મહત્વનું છે કે રાજ્યમાં જુલાઈ મહિનાના આરંભ સાથે ચોમાસાની શરૂઆત થઈ છે. વરસાદના કારણે આ સિઝનમાં અત્યાર સુધી કુલ 61 લોકોના મોત થયાના આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલ આંકડા મુજબ 73 તાલુકામાં 500MM કરતાં વધુ વરસાદ નોંધાયો છે. બોરસદમાં ગઈકાલે ધોધમાર વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણી સોસાયટીમાં ભરાતા લોકોની ઘરવખરી અને માલાસામાનને નુકસાન થયું છે. જો કે આજે બોરસદમાં વરસાદે વિરામ લેતા સ્થાનિકો સાફસફાઈમાં લાગ્યા છે. ત્યારે આજે એક વ્યક્તિનો મૃતદેહ મળતા તંત્રે તપાસની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ
આ પણ વાંચો: ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ
આ પણ વાંચો: 25 જુલાઇના રોજ સાંજે ગુજરાત ભરમાં મંડલ સહ યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મસાલ રેલી
