Not Set/ ભાવનગર/ એક દિવસનાં કામ માટે બે થી ચાર દિવસ ધક્કા ખાવા પડે છે, આવી છે આપણી ઓનલાઈન સ્ટેમ્પિંગ સુવિધા

ઓનલાઈન ઇ સ્ટેમ્પિંગને લઇ ભાવનગરના લોકોને સ્ટેમ્પ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને 50, 100 ના નાના સ્ટેમ્પ માટે લોકોને સવાર થી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. ભાવનગરમાં 22 ઇ સ્ટેમ્પિંગ કેન્દ્ર છે છતાં માત્ર 2 જગ્યા પર સ્ટેમ્પિંગ કેન્દ્રો શરૂ રહેતા લોકોમાં રોષ ફેલાયો છે. સરકાર દ્વારા […]

Gujarat Others

ઓનલાઈન ઇ સ્ટેમ્પિંગને લઇ ભાવનગરના લોકોને સ્ટેમ્પ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને 50, 100 ના નાના સ્ટેમ્પ માટે લોકોને સવાર થી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. ભાવનગરમાં 22 ઇ સ્ટેમ્પિંગ કેન્દ્ર છે છતાં માત્ર 2 જગ્યા પર સ્ટેમ્પિંગ કેન્દ્રો શરૂ રહેતા લોકોમાં રોષ ફેલાયો છે.

સરકાર દ્વારા સ્ટેમ્પ માટે ઓનલાઈન પ્રક્રિયા લાગુ કરતા નાના વર્ગના લોકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવનગર શહેરમાં શહેર ઉપરાંત જિલ્લા ભરમાંથી લોકો એફિડેવિટ, દસ્તાવેજ સહિતના સ્ટેમ્પિંગ કામ માટે પોતાના ધંધા રોજગાર છોડીને આવું કામ પૂરું કરવા હેરાન થવું પડે છે. ત્યારે સરકાર દ્વારા સ્ટેમ્પિંગ માટે ઓનલાઈન સુવિધાનો નિયમ લાગુ કરતા લોકોને સરળતા થી મળી રહેતા હતા તેના બદલે હવે લાંબી કતારોમાં ઉભા રહી ઓનલાઈન કરવું પડે છે. જેમાં ખાસ કરીને 50, 100 ના નાના સ્ટેમ્પ ધારકોને પણ સવાર થી સાંજ સુધી લાઈન માં રહી પરેશાની ભોગવી પડે છે. ભાવનગર શહેરમાં 22 જેટલા સરકાર માન્ય સેન્ટરો હોવા છતાં માત્ર 2 સેન્ટર પર ઓનલાઈન સ્ટેમ્પિંગ સુવિધા મળતી હોવા થી લાંબી કતારો જોવા મળે છે. અને જ્યાં સર્વર ડાઉન અને કર્મચારીઓના રીશેષ જેવી પરેશાની થી એક દિવસમાં 250 જેટલા લોકોને સુવિધા મળે છે. જયારે બાકી રહેતા લોકોને દિવસભર લાઈનમાં ઉભા રહેવા છતાં બીજા દિવસે ધક્કા ખાવા પડે છે.

ઇ સ્ટેમ્પિંગ માં એક તરફ લોકોને લાઈનોમાં ઊભા રહી હેરાન થાય છે તો બીજી બાજુ દસ્તાજ પ્રક્રિયા સાથે જોડાયેલા વકીલોને પણ મોટા સ્ટેમ્પ માટે હેરાન થવું પડે છે. જે અંગે વકીલ દ્વારા જણાવાયું હતું કે ઓનલાઈન પ્રક્રિયા એક તો નેટની તકલીફ થી ધીમી ચાલે અને સાથે જ ભીડને લઈ સવારે 11 થી 4 સુધી કામ પૂર્ણ કરવાનું હોય તે સમય દરમિયાન કામ પૂરું થવામાં પણ વિલંબ થાય છે. અને જે દસ્તાવેજના કામ એક દિવસ માં થતા તેના માટે બે થી ચાર દિવસ ધક્કા ખાવા પડે છે.

ભાવનગરમાં સ્ટેમ્પિંગ સુવિધા માટે 22 સેન્ટરો છે. પણ હાલ માત્ર સબ રજિસ્ટ્રાર ઓફીસ અને વઘાવાડી બેન્ક ખાતે જ કરવામાં આવે છે. વઘાવાડી રોડ પર આવેલું સેન્ટર મહાનગર પાલિકા, કલેક્ટર કચેરી, કોર્ટ સહિતના સરકારી બિલ્ડીંગો થી દુર હોવાને લઇ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ભારે ભીડ જોવા મળે છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા વધુ ટેબલ શરૂ કરી લોકને પડતી મુશ્કેલી દૂર કરવા લોકમાંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.