ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ ફેબ્રુઆરી 2020 સુધીમાં કડક સુધારનાં પગલાં લે. જો આ કરવામાં નહીં આવે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકી શકાય છે.
એફએટીએફ એ પણ પાકિસ્તાનને આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓનાં નિપટારા માટે વધુ કડક પગલા લેવા કહ્યુ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, મંગળવારે પેરિસમાં આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગનાં કેસોની દેખરેખ રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા FATF ની બેઠકમાં પાકિસ્તાને લીધેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એફએટીએફ દ્વારા પાકિસ્તાનને આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ અંગે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ છે.
Pakistan escapes terror blacklisting by FATF, given Feb 2020 deadline
Read @ANI story | https://t.co/atxuEWbxRV pic.twitter.com/kbCoVf6LEb
— ANI Digital (@ani_digital) October 18, 2019
પાકિસ્તાન એફએટીએફનાં ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગનાં 27 ધોરણોમાંથી 22ને પૂર્ણ કરી શક્યું નથી. આ પછી, એફએટીએફએ કહ્યું છે કે જો પાકિસ્તાન ફેબ્રુઆરી 2020 સુધીમાં એક્શન પ્લાન પૂર્ણ નહીં કરે તો તેને બ્લેક લિસ્ટમાં મૂકી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
