નિર્મલા સીતારમણ હાલ ડેલિગેશન સાથે અમેરિકાની મુલાકાતે છે. રવિવારે અમેરિકાના શિકાગોમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે.નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર સમજૂતી ઝડપથી થઈ શકે છે. આંતરારાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)માં શનિવારે અમેરિકાના નાણાં મંત્રી સ્ટીવન ન્યુકિન સાથેની મુલાકાત બાદ સીતારમણે કહ્યું કે બંને દેશોની સરકાર વેપાર સમજૂતી પર ઝડપથી કામ કરી રહી છે અને ઝડપથી આ મુદ્દે સહમતી થઈ શકે છે.
#WATCH Washington DC: FM Nirmala Sitharaman responds to ANI's question on US-India trade front. She says, "…My inputs are that negotiations are going in full speed & there is a great intensity with which both the sides are engaging & hopefully the deal will be struck soon…." pic.twitter.com/u43149BQQK
— ANI (@ANI) October 20, 2019
સીતારમણે કહ્યું કે અમેરિકાના નાણાં મંત્રી નવેમ્બરની શરૂઆતામાં ભારત આવી શકે છે. તે પહેલા જ અમારી વચ્ચે વેપાર ડીલની કેટલીક શરતો પર ચર્ચા થઈ હતી. જોકે હાલ નાણાં મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર તેની પર વાતચીત કરી રહ્યાં છે. મને માહિતી છે કે ડિલ માટે બંને દેશ મજબૂતીથી જોડાયા છે.
નિર્મલા સીતારમણ રવિવારે અમેરિકાના શિકાગોમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય તે ભારતીય સમુદાયને પણ મળશે. શનિવારે રિપોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાને તેમણે કહ્યું કે તે એક દિવસ માટે શિકાગામાં રહેશે. અહીં મને ભારતના લોકોને મળવાની તક મળશે. સીતારમણે આ પહેલા આઈએમએફના પ્લેનરી સેશનને પણ સંબોધિત કર્યું.
#WATCH Washington DC: FM to ANI, on economy "..I'm saying with sense of responsibility that global economic slowdown&estimates about growth for next yr are largely pegging on India's&China's growth estimates,in the sense, on their performance depends rest of global growth also.." pic.twitter.com/tw7ySCuXGT
— ANI (@ANI) October 20, 2019
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે જૂનમાં ભારતને જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સીસ(GSP)માંથી બહાર કર્યું હતું. જીએસપી અંતર્ગત ભારતને અમેરિકા સાથે વેપારમાં લાભાર્થીનો વિશેષ દરજ્જો મળ્યો હતો. આ કાર્યક્રમમાં સામેલ દેશને વેપારમાં વિશેષ લાભ આપવામાં આવે છે. અમેરિકા જીએસપીમાં સામેલ દેશો પાસેથી એક નક્કી રકમ સુધી આયાત લેતું નથી.
ટ્રમ્પનું કહેવું હતું કે તેમને ભારતમાંથી એ ભરોસો મળી શકયો નથી કે તે તેના બજારમાં અમેરિકાના ઉત્પાદોને બરાબર છૂટ મળશે. અમેરિકાનું કહેવું છે કે ભારતમાં પ્રતિબંધોને કારણે તેમને બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું છે. તે જીએસપીના માપદંડોને પુરા કરવામાં નિષ્ફળ રહ્યો છે. અમેરિકાએ ગત વર્ષે એપ્રિલમાં જીએસપી માટે શરતોની સમીક્ષા શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
