જીવન અને મુત્યુ વચ્ચે જોલા ખાતા માણસ અને તેના પરિવાર માટે જે સાક્ષાત ભગવાન સમાન છે. ભગવાન પછી જેમને જીવન રક્ષક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, એ છે તબીબો. જ્યારે કોઇ પોતે કે કોઇનાં સ્વજન ડોક્ટરનાં આસરે હોય, અને ધારી લો કે તેમને ખબર પડે કે, આ કહેવાતા ડોક્ટર રૂપી ભગવાન બોગસ છે, તો શું થાય? આજકાલ માણસ પૈસાની લાહ્યમાં કોઇ પણનું જીવન સુધા દાવમાં લગાવી દેવામાં ખચકાતો નથી, પોતાને થોડાક પૈસા મળી રહેશે માટે તે ગમે તે હદ સુધી જતો જોવા મળે છે. અને આજ કારણ છે કે, દેશમાં તબીબો પણ નકલી અને બોગસ મળી આવે છે. આવુ જ સામે આવી રહ્યું છે, સુરત જીલ્લામાંથી…
સુરત જિલ્લામાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં SOG દ્વારા ચાર બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતનાં કોસંબા વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ઝડપાયા છે. તો પલસાણાનાં જોલવામાંથી પણ 1 બોગસ તબીબ ઝડપાયો છે. પોલીસે આ નકલી તબીબોની સાથે સાથે મોટા પ્રમાણમાં એલોપેથીક, હોમિયોપેથીક દવાઓ પણ કબ્જે કરી છે. આ તમામ ડોક્ટરો વગર ડિગ્રીએ સુરત જીલ્લાનાં વિવિધ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હતા.
ગુજરાત પોલીસ દ્વારા આ મામલે જાગૃતતા સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સમાજ અને ખાસ કરીને દર્દી માટે જોખમ રૂપ આવા અસામાજીક તત્વોને ડબ્બો કરવામાં આવ્યા હતો. જ્યારે ગુજરાત અને ખાસ કરીને ગુજરાતનાં મહાનગરોનાં આપસાપનાં વિસ્તારો અને નગરોમાં આવા બોગસ તબીબોનો રાફળો ફાટ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારનું અભિયાન વધુ તેજ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
