Not Set/ રાજકોટ મનપાની મહિલાઓને ભેટ/ ભાઇબીજ નિમિતે BRTSમાં મફતમાં મુસાફરી

ભાઈબીજનો પવિત્ર તહેવાર નિમિત્તે ભાઇ બહેન એકબીજાને મળતા હોય છે. ત્યારે આજનાં પવિત્ર દિવસે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને મફતમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. મહિલાઓને BRTSમાં ક્યાંય પણ જવા આવવા માટે એક પણ રૂપિયો ચૂકવવો નહિ પડે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શહેરનાં મેયરે જણાવ્યું હતું કે,  ‘ભાઈ […]

Gujarat Rajkot

ભાઈબીજનો પવિત્ર તહેવાર નિમિત્તે ભાઇ બહેન એકબીજાને મળતા હોય છે. ત્યારે આજનાં પવિત્ર દિવસે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહિલાઓને મફતમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. મહિલાઓને BRTSમાં ક્યાંય પણ જવા આવવા માટે એક પણ રૂપિયો ચૂકવવો નહિ પડે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શહેરનાં મેયરે જણાવ્યું હતું કે,  ‘ભાઈ બહેનના પવિત્ર દિવસે બહેનો બહાર જતી આવતી હોય છે. ત્યારે બહેનોને કોઈ ટિકિટ ન લેવી પડે એટલા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ દિવસ દરમિયાન એક થી વધુ વખત પણ વિના મુલ્યે મુસાફરી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા અગાઉ રક્ષાબંધન નિમિતે પણ બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ આપી હતી. બહેનોની સાથે તેમના 15 વર્ષ સુધીની ઉંમરના બાળકોને પણ મફતમાં મુસાફરી કરાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.