Not Set/ છોટા ઉદેપુર/ ક્રુઝર ગાડીની છત પરથી પટકાતા બે શ્રમજીવીનાં મોત

છોટા ઉદેપુર બોડેલીમાં નર્મદાની મુખ્ય કેનાલ  નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ક્રુઝર ગાડીની છત પર બેઠેલા બે શ્રમજીવીનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ક્રુઝર ગાડીની છત પર બેઠેલા બે શ્રમજીવીઓને છોટા ઉદેપુરની કેનાલનાં રસ્તા પર મુકેલ એંગલ વાગતા બેનાં પુરપાટ દોડતી ગાડીમાંથી નીચે પટકાતા મોત નિપજ્યા હતા. આ શ્રમજીવીઓ […]

Gujarat Others

છોટા ઉદેપુર બોડેલીમાં નર્મદાની મુખ્ય કેનાલ  નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ક્રુઝર ગાડીની છત પર બેઠેલા બે શ્રમજીવીનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ક્રુઝર ગાડીની છત પર બેઠેલા બે શ્રમજીવીઓને છોટા ઉદેપુરની કેનાલનાં રસ્તા પર મુકેલ એંગલ વાગતા બેનાં પુરપાટ દોડતી ગાડીમાંથી નીચે પટકાતા મોત નિપજ્યા હતા. આ શ્રમજીવીઓ મુળ  મ.પ્રદેશના પીપરાણીથી સૌરાષ્ટ્રનાં ગોંડલ ખાતે મજુરી કરી રોજીરોટી કમાવવા જઇ રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે, દિવાળી કરવા માટે પોતાના માદરે વતન ગયેલા મજૂરો હાલ પરત ફરી રહ્યા છે. દિવાળી પછી બહોળી સંખ્યામાં પરત ફરી રહેલા મજૂરો અને પ્રવાસીઓને કારણે હાલ મુસાફરોને પ્રવાસ ખેડવા પુરતા વાહનો મળી રહ્યા ન હોવાથી મજૂરો અને પ્રવાસીઓ આવી જોખમી સવારી કરવા માટે મજબૂર થાય છે અને અકસ્માતનો ભોગ બને છે.

એક તરફ સરકાર ટ્રાફિકનાં નવા નિયમો લાગુ કરીને શહેરમાં લોકોને દંડી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં છકડો રિક્ષા અને આવી જીપડા(મુસાફરોની હેરાફેરી કરતી ગાડીએ) ખુલ્લે આમ મોત વહેંચતી રહે છે અને અકસ્માતો સર્જાયા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.