Not Set/ મહારાષ્ટ્ર/ સેના-NCP ભાઇ-ભાઇ અને સોનિયા-પવારની બેઠકથી ભાજપને હાઇપર ટેન્શન

મહારાષ્ટ્રમાં રાજકારણનું ઉંટ કેવી રીતે બેસશે તેનું ચિત્ર થોડા સમયમાં સ્પષ્ટ થઇ જશે. એનસીપીનાં પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે બેઠક યોજાઇ ચૂકી છે. અને શરદરાવ(PM મોદીનાં શબ્દોમાં)ની આગમી ચેષ્ટા તમામ બાદ સ્પષ્ટ કરી દેશે. રાજ્યમાં સેના અને ભાજપ વચ્ચેના તણાવથી શરદ પવાર અચાનક કિંગમેકર બની ગયા છે. અને શિવસેના અને એનસીપી વચ્ચે […]

Top Stories Politics

મહારાષ્ટ્રમાં રાજકારણનું ઉંટ કેવી રીતે બેસશે તેનું ચિત્ર થોડા સમયમાં સ્પષ્ટ થઇ જશે. એનસીપીનાં પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે બેઠક યોજાઇ ચૂકી છે. અને શરદરાવ(PM મોદીનાં શબ્દોમાં)ની આગમી ચેષ્ટા તમામ બાદ સ્પષ્ટ કરી દેશે. રાજ્યમાં સેના અને ભાજપ વચ્ચેના તણાવથી શરદ પવાર અચાનક કિંગમેકર બની ગયા છે. અને શિવસેના અને એનસીપી વચ્ચે તાજી ખિચડી પણ રંધાઇ રહી છે. બનેં પક્ષો મરાઠી માનુષ- મરાઠી માનુષ રમી રહ્યા છે. સેના-એનસીપીની  રસોઈને કારણે ભાજપની છાવણી પહેલીવાર ચિંતા જોવામાં આવી રહી છે. 

ખરેખર, ચર્ચા એવી છે કે શિવસેનાએ એનસીપી સમક્ષ સરકાર બનાવવાની અને નેતૃત્વ કરવાની પણ દરખાસ્ત કરી છે. જો કે, ભાજપને વિશ્વાસ છે કે અંતે શરદ પવાર શિવસેનાને મચક નહીં આપે અને હરાવી દેશે. આપને જણાવી દઇએ કે પૂર્વે 2014માં પણ  આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને પવારે ભાજપને બહારથી બીન શરતી ટેકો જાહેર કર્યો હતો અને ભાજપે સેનાનાં સાથ વિના બહુમત સિદ્ધ કરી હતી.

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને ભાજપ વચ્ચે ચેક એન્ડ મેટની રમતમાં પવારની ભૂમિકા ખૂબ મહત્વની બની છે. ચર્ચા છે કે ભાજપથી નારાજ શિવસેનાએ પવાર સમક્ષ એનસીપીની આગેવાની હેઠળની સરકાર બનાવવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત પર વિચાર કરતા પહેલા એનસીપી ઈચ્છે છે કે શિવસેના જાહેરમાં ભાજપ સાથેના વિરામની ઘોષણા કરે. શિવસેનાના આ પ્રસ્તાવ બાદ એનસીપીએ આ સમગ્ર મામલે કોંગ્રેસ સાથે વાત કરવાનું મન બનાવી લીધું હતું. આ એપિસોડમાં, પવાર અને સોનિયાની મહત્વપૂર્ણ બેઠકની ભૂમીકા સૌથી વિશેષ હશે.  
https://twitter.com/ANI/status/1191321371466321920
ભાજપના વ્યૂહરચનાકારો કહે છે કે તે યોગ્ય છે કે જો તેઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને આવે તો તેમની સંયુક્ત બેઠકો બહુમતી કરતા ઘણી મોટી હશે. અને સેનાનાં વરિષ્ઠ નેતાઓ દ્વારા હાલમાં જ ગવર્નરની મુલાકાત પણ કરવામાં આવી છે, આમ હોવા છતાં ભાજપ શિવસેનાની જોરદાર ટોણાબાજી, એનસીપીના નેતાઓ સાથેની બેઠકને હાલમાં દબાણનું રાજકારણ માની રહી છે. ભાજપને લાગે છે કે સંબંધોમાં કડવાશ વધી હોવા છતા શિવસેના, એનસીપી-કોંગ્રેસ સાથે જોડાવાનું નક્કી કરશે નહીં. આમ છતા હાલની પરિસ્થિતિ જોતા મહારાષ્ટ્રમાં સેના-NCPની મરાઠી માનુષ ભાઇ-ભાઇ અને સોનિયા-પવારની બેઠકથી ભાજપ હાઇપર ટેન્શનમાં વર્તાઇ રહ્યું છે.   

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.