Not Set/ કચ્છમાં સસલાંની શિકારી ગેંગ સક્રિય થતા લોકોમાં ભારે રોષ, રોજ કરાઇ રહી છે હત્યા

આમતો શિકારએ પ્રાચીન સમયમાં માનવી દ્વારા વિકસાવાયેલી પેટનો ખાડો બુરવાની સૌથી જૂની પદ્ધતિઓમાંની એક ગણાય છે. સમય જતા શિકારને એક રમતનાં રૂપમાં જોવામાં આવતી અને બાદમાં શિકાર ભારતમાં તો સંપૂૂર્ણ પણે વર્જીત કરી દેવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારના વન્ય જીવને મારવો તે ભારતમાં સખ્ત સજાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. પ્રાચીન સમયને બાદ કરતા […]

Gujarat Others

આમતો શિકારએ પ્રાચીન સમયમાં માનવી દ્વારા વિકસાવાયેલી પેટનો ખાડો બુરવાની સૌથી જૂની પદ્ધતિઓમાંની એક ગણાય છે. સમય જતા શિકારને એક રમતનાં રૂપમાં જોવામાં આવતી અને બાદમાં શિકાર ભારતમાં તો સંપૂૂર્ણ પણે વર્જીત કરી દેવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારના વન્ય જીવને મારવો તે ભારતમાં સખ્ત સજાને પાત્ર ગુનો ગણવામાં આવે છે.

પ્રાચીન સમયને બાદ કરતા હાલમાં તો ભારતમાં શિકાર નહીવત અંશે કરવામાં આવે છે. પરંતુ જે નહીવત અંશે શિકાર કરવામાં આવે છે તે પણ વન્ય જીવન માટે મોટો ખતરો છે. મોટા ભાગે શિકારીઓ દ્વારા સિંહ, વાધ, હાથી જેવા કિંમતી અને નામશેષ થઇ રહેલા પ્રાણીઓના શિકાર કરવામાં આવે છે. અને તેના અંંગોને કાળા માર્કેટમાં વહેંચવાનો વેપલો થાય છે. તો બીજી તરફ કોઇ પણને નુકસાન ન પહોચાડતા સસલાં અને હરણ જેવા પ્રાણીનો શિકાર માનવીય ભૂખની વિકૃતેને પોષવા અને સંતોષવા માટે થાય છે.

બસ આવું જ કંઇક હાલ કચ્છમાં સામે આવી રહ્યું છે અને કચ્છમામ સસલાંના શિકાર કરતી ગેંગ સક્રિય થઇ હોવાની વ્યાપક રાવ ઉઠી રહી છે. શિકારીઓ દ્વારા છાશવારે સસલાનો શિકાર કરાતો હોવાથી લોકોમાં આ કારણે ભારે રોષ જોવમા આવી રહ્યો છે. શિકારીઓ સસલાંનો શિકાર કરી માસાહાર માટે તેને ઉંચી કિંમતમાં કાળા બજારમાં વહેંચે છે. આવા જ મલીન ઇરાદા સાથે કચ્છનાં ડુમરા ગામે શિકારી દ્વારા સસલાનો શિકારીઓ હત્યા કરવામાં આવી હતી.

ગામનાં લોકોને શિકારી કરતુતની ગંધ આવી જતા હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, સમગ્ર ઘટનામાં ગામ લોકોનો રોષ પારખી ગયેલા શિકારીઓ ફરાર થઇ ગયા હતા. શિકારી પ્રવૃતિથી ત્રાહીત અને રોષીત લોકો દ્વારા સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામં આવતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.