સામાન્ય માણસ ના મગજમાં ડોક્ટરનું સ્થાન ભગવાન પછી આવે છે. આ સામાન્ય માણસોના ભગવાન તેમના જ ભક્તોને કેવી રીતે લુંટી રહ્યા છે તેનો એક મજેદાર ઓડિયો વડોદરાના પાદરા ખાતેની એક લેબોરેટરીમાં થી વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ થાય છે કે દર્દીને કોઈ જ બીમારી ના હોવા છતાંય ડોક્ટર પૈસા પડાવવા માટે કેવા ખોટા રીપોર્ટ બનાવી દર્દી પાસેથી પૈસા પડાવે છે.
વડોદરા જિલ્લાના પાદરાના વડુ ખાતે પેથોલોજી લેબમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કરતી એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં એક ડૉક્ટર અને લેબ સંચાલક વચ્ચેની ટેલિફોનિક વાતચીત આ ઓડિયો માં વાયરલ થઇ છે.
જેમાં દર્દીને મન ફાવે તેવા રોગ બતાવી ને સારવાર કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું સ્પષ્ટ થાય છે. દર્દીઓનો ખોટો રિપોર્ટ બનાવીને ગમે તે બિમારી રીપોર્ટમાં બતાવી, પૈસા ખંખેરવાનો ધંધો થતો હોવાનું આ ઓડિયોથી સ્પષ્ટ થાય છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ થાય તો મોટું કૌભાંડ ઝડપાય તેવી આશંકા છે. આ ઓડિયોમાં કઈક આવા સંવાદ સાંભળવા મળે છે.
લેબ સંચાલક- હા વાંધો નહીં, તમે કહેશો એ પ્રમાણેનું થઈ જશે, હવે એમાં જે પેશન્ટ દીઠ હોય એમાં તમારુ 40 ટકાનું રાખવાનું હોય. એ માઈનસ કરીને જ તમે મને આપજો. જે પેમેન્ટ થાય છે.
ડૉક્ટર – હા હા.. ચોક્કસ.. ચોક્કસ
લેબ સંચાલક – હો ને, મે તમને જે પ્રાઈઝ લીસ્ટ આપી છે, એ પ્રમાણે તમે મને કરી દેજો, તમે જે રીતનું કહેશો એ રીતનું રિપોર્ટિંગમાં જે મેલેરિયા કહેશો તો મેલેરિયા.. ટાઈફોઈડ કહેશો તો ટાઈફોઈડ.. જે કહેશો એ પ્રમાણે સેટિંગ થઈ જશે..
ડૉક્ટર- ઓકે…ઓકે
લેબ સંચાલક – અને રિપોર્ટિંગમાં કોઈ તકલીફ નહીં આવે સાહેબજી..તમે કહેશો એમ થઈ જશે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
