Not Set/ અમદાવાદ/ ખ્યાતનામ એવી અંકુર સ્કુલમાં ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ શહેરની પ્રખ્યાત એવી અંકુર સ્કુલમાં ચાલતા ગેર કાયદેસર કોલ સેન્ટરને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં  6 આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પડ્યા છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ દરોડામાં સાયબર ક્રાઈમે 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર વિગેરે જપ્ત કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી શહેરની ખ્યાતનામ અંકુર સ્કૂલમાંથી […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરની પ્રખ્યાત એવી અંકુર સ્કુલમાં ચાલતા ગેર કાયદેસર કોલ સેન્ટરને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં  6 આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પડ્યા છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ દરોડામાં સાયબર ક્રાઈમે 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર વિગેરે જપ્ત કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી શહેરની ખ્યાતનામ અંકુર સ્કૂલમાંથી સાયબર ક્રાઇમની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાથે સાથે પોલીસે 6 આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ આરોપીઓમાં વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંઘ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ, પ્રદિપ ચૌધરીનો સમાવેશ થાય છે. પોલીસે 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ તમામ આરોપીઓ  સાંજે સ્કુલ બંધ થયા પછી, સ્કૂલના જ એક રૂમમાં અમેરિકન નાગરિકોને કોલ કરી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટિવના નામે લોન આપવાની લાલચ હેઠળ રૂપિયા પડાવતા હતા.

સાયબર ક્રાઈમને પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ મોડી રાત્રે સ્કુલ પર ત્રાટકી હતી, જ્યાં આ શખ્સો કોલસેન્ટર ચલાવતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરાયેલા આ કોલ સેન્ટર મારફતે સંખ્યાબંધ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.