Not Set/ લંડન/ યુવતીને મગફળી પીરસવા પર, ભારતીય રેસ્ટોરન્ટને 3.5 લાખનો દંડ

બ્રિટનમાં ભારતીય રેસ્ટોરન્ટને યુવતીને મગફળી પીરસવા બદલ  3,767 પાઉન્ડ એટલે કે (લગભગ 3.5 લાખ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રેસ્ટોરાં દ્વારા જે યુવતીને મગફળી પીરસવામાં આવી હતી તેને ડ્રાયફ્રૂટ્સથી એલર્જી હતી. ન્યૂકેસલ નજીકના ટાયનેમાઉથ સ્થિત રેસ્ટોરન્ટ ‘ગુલશન’ ના સ્ટાફે 16 વર્ષની કિશોરીને ભોજન પીરસ્યું હતું,  અને તેના અને તેના પરિવારને ખાતરી આપી કે […]

World

બ્રિટનમાં ભારતીય રેસ્ટોરન્ટને યુવતીને મગફળી પીરસવા બદલ  3,767 પાઉન્ડ એટલે કે (લગભગ 3.5 લાખ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રેસ્ટોરાં દ્વારા જે યુવતીને મગફળી પીરસવામાં આવી હતી તેને ડ્રાયફ્રૂટ્સથી એલર્જી હતી.

ન્યૂકેસલ નજીકના ટાયનેમાઉથ સ્થિત રેસ્ટોરન્ટ ‘ગુલશન’ ના સ્ટાફે 16 વર્ષની કિશોરીને ભોજન પીરસ્યું હતું,  અને તેના અને તેના પરિવારને ખાતરી આપી કે આ ખોરાક સલામત છે.

થોડું ખાધા પછી, એલર્જીને કારણે યુવતીને જીભમાં કળતર અને સોજો આવવા લાગ્યો. યુવતીને નોર્થ ટાઇન્સાઇડ જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ક્રેમલિંગ્ટનની નોર્થમ્બ્રીયા સ્પેશિયાલિસ્ટ ઇમરજન્સી કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સ્થાનિક ઓથોરિટીની ફૂડ સિક્યુરિટી ટીમના અધિકારીઓએ ચિકન કરીના અવશેષો પરીક્ષણ માટે લીધા હતા. તેમાં મગફળીનો પ્રોટીન એક સ્તરે મળી આવ્યો હતો, જે ડ્રાયફ્રૂટની એલર્જીથી પીડિત કોઈને પણ મુશ્કેલી પેદા કરી શકે છે.

રેસ્ટોરન્ટમાં કરવામાં આવેલી તપાસ બાદ અનેક બેદરકારી પણ મળી હતી, ત્યારબાદ અહીંના માલિકોને 3.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.