શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા DPS મામલે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સત્ર પુરતી સુધી બાળકો ડીપીએસમાં જ અભ્યાસ કરી શકશે. શિક્ષણમંત્રીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, ડીપીએસ સ્કૂલને સત્ર પૂરું ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારે પોતાના હસ્તક લઇ લીધી છે. સત્ર પૂરું ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ડીપીએસમાં અભ્યાસ કરી શકશે. ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર ગુજરાત સરકારનાં શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, નિત્યાનંદ આશ્રમ વિવાદની સાથે સાથે DPS સ્કૂલની માન્યતા સામે પણ ઘણા સવાલો ઉઠ્યા હતા અને તમામ હકીકતો તપાસ્યા પછી શિક્ષણ વિભાગ દ્વારા DPSની માન્યતા રદ્ કરી દેવામાં આવી હતી. સ્કૂલની માન્યતા રદ્ કરવામાં આવતા, ત્યાં અભ્યાસ કરી રહેલા બાળકોનાં ભાવિ સામે પ્રશ્નાર્થ આવી જતા, બાળકોનાં વાલી સ્કૂલ ચાલું કરવાની માંગ કરી રહ્યા હતા. પાછાલા દિવસોથી અમદાવાદ DPS ઈસ્ટ ફરીથી શરૂ કરાવવા માટે વાલીઓ દ્વારા પ્રદર્શન કરી રહ્યા હતા. વાલીઓ અને બાળકોએ સ્કૂલની બહાર રાત્રિ રોકાણ કર્યું હતું. વાલીઓ દ્વારા બાળકોને શાળામાં અભ્યાસ કરાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે. વાલીઓએ સ્કૂલ ચાલુ કરાવવા મુદ્દે મંગળવારે સવારથી અનિશ્ચિત મુદત સુધી દેખાવો યોજ્યા હતા. ડીઈઓ કચેરીનો પણ ઘેરાવ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
