રાજ્યમાં હજુ પણ અકસ્માત અટકવાનું નામ લઇ રહ્યા નથી. દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે રાજ્યમાં વધુ બે અકસ્માતની ઘટના ગોંડલ અને સુરતથી સામે આવી છે. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
ગોંડલ
ગોંડલ કંટોલિયા પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં એકનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી મુજબ બે બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.બન્ને બાઇકો આમને સામને આવી જતાં આ ઘટના બની હતી. ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું જયારે એકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવા્હી હાથ ધરી હતી..
સુરત
તો આ તરફ સુરતના ડીંડોલીમાં પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ડિંડોલી પાસેથી એક મહિલા પસાર થઇ રહી હતી.આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે મહિલાને ટક્કર મારતા તે નીચે પટકાઇ હતી અને મોત નિપજ્યું હતું.જેથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
