Not Set/ થરાદ / નર્મદા નિગમની કચેરી આગળ ધરણા ઉપર બેઠા ખેડૂતો, એક ની હાલત ગંભીર

બનાસકાંઠા જીલ્લાના સરહદી પ્રાંત ના ખેડૂતો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યાં છે. આટલો વરસાદ હોવા છતાંય તેમણે પોતાના મહામુલા પાક ને બચાવવા માટે સરકાર પાસે પાણીની માંગણી કરી છે, જે ના સંતોષાતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. સરહદી વિસ્તારમમ કેનાલ તો આવી છે, પરંતુ મોટા ભાગે સમયસર ખેડૂતોને પાણી મળતું […]

Gujarat Others

બનાસકાંઠા જીલ્લાના સરહદી પ્રાંત ના ખેડૂતો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યાં છે. આટલો વરસાદ હોવા છતાંય તેમણે પોતાના મહામુલા પાક ને બચાવવા માટે સરકાર પાસે પાણીની માંગણી કરી છે, જે ના સંતોષાતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. સરહદી વિસ્તારમમ કેનાલ તો આવી છે, પરંતુ મોટા ભાગે સમયસર ખેડૂતોને પાણી મળતું નથી. જેથી ખેતરમાં વાવેલો પાક સુકાઈ જાય છે. અને ખેડૂત ને મોટું નુકશાન જાય છે.

જેને લઇ ને થરાદ તાલુકાના સરહદી ગામડાં ચોથાનેસડા તેમજ ટાડાવ સહિત અન્ય ગામના ખેડૂતો ધરણા પર બેઠા છે. નર્મદાની કેનાલોમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક સુકાતા ખેડૂતોને ધારણા પર બેસવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા આજ સુધી પાણી ન છોડાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નર્મદા નિગમના અધિકારીઓને રાજુઆત કરવા ગયેલા ખેડૂતોને કચેરી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જેને લઈને ખેડૂતોને આવી  કડકડતી ઠંડીમાં ધરણા પર બેસવાનો વારો આવ્યો છે.

જ્યાર સુધી છેવાડાની કેનાલોમાં પાણી નહિ છોડાય ત્યાં સુધી ખેડૂતો ધરણા પર બેસવા મક્કમ દેખાઈ રહ્યાં છે.  હાલ તો ધરણા પર બેઠેલા એક ખેડૂત ની તબિયત બગડી છે. 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગઈ કાલ થી થરાદ ના ખેડૂતો કેનાલમાં પાણીની માંગ સાથે ધરણા પર બેઠા છે. ચોથનેસડા ગામના  દેવસીભાઈની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડવમ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.